|
| ક્રેજી-4 માં હાસ્ય ઓછું અને કંટાળો વધું |
નિર્માતા :રાકેશ રોશન, નિર્દેશક : જયદીપ સેન,સંગીત : રાજેશ રોશન કલાકાર: અરશદ વારસી, ઈરફાન ખાન, રાજપાલ યાદવ, સુરેશ મેનન, જૂહી ચાવલા, દીયા મિર્જા, જાકિર હુસૈન, રજત કપૂર
આ એક ચર્ચાનો મુદ્દો છે કે, પાગલ કોણ છે ? દુનિયામાં વસનારા સમજદાર લોકો કે પછી પાગલખાનામાં રહેનારા લોકો. આ ફિલ્મ દેખાડે છે કે, દુનિયામાં રહેનારા લોકોની તુલનામાં તે લોકો ઘણા ભોળા અને પવિત્ર છે જેને આપણે 'ક્રેજી' (ગાંડા)કહીને બોલાવીએ છીએ.
ફિલ્મની કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો...
'ક્રેજી 4' ના ચરિત્ર ( રાજપાલ યાદવને છોડીને) કોઈ પણ રીતે ગાંડા લાગતા નથી. ડબ્બૂ (સુરેશ મેનન) ખુબ જ ભોળો અને ઓછુ બોલનારો વ્યક્તિ છે. રાજા (અરશદ વારસી) નો સ્વભાવ ગુસ્સેલ છે અને મારપીટ કરવામાં તે હમેશા આગળ રહે છે.
ગંગાધર (રાજપાલ યાદવ)ને લગે છે કે, હજુ પણ આઝાદીની લડાઈ ચાલી રહી છે. ડો.મુખર્જી (ઈરફાન ખાન)ને વધુ સફાઈ પંસદ છે. આ ચારેયની સારવાર ડો. સોનાલી (જુહી ચાવલા) કરી રહી છે. એક દિવસે ક્રિકેટ મેચ જોવાના બહાને સોનાલી તેઓને સ્ટેડિયમમાં લઈ જાય છે પરંતુ રસ્તામાં સોનાલીનું અપહરણ થઈ જાય છે. કેવી રીતે આ ક્રેજી તેને બચાવે છે અને ગુનેગારોને શોધી કાઢે છે તે આ ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.
નિર્દેશન : જયદીપ સેનની આ પ્રથમ ફિલ્મ છે પરંતુ સહાયક નિર્દેશક તરીકે તેમને ઘણો અનુભવ છે. ફિલ્મની કથા અત્યંત સરળ અને કોઈ પણ પ્રકારના ઉતાર-ચડાવ વગરની છે અને ફિલ્મની પટકથા નબળી છે. જયદીપનું નિર્દેશન પણ નબળાઈઓનું ભોગ બન્યું. તેની પાસે શ્રેષ્ઠ કલાકારો પણ હાજર હતાં પરંતુ તેઓ તેનો સાચો ઉપયોગ ન કરી શક્યાં.
અભિનય : તમામ કલાકારોને અભિનયનો પૂરતો મૌકો મળ્યો છે પરંતુ રાજપાલ યાદવ બાજી મારી ગયાં છે. અરશદ વારસી બધા પાત્રોને સર્કિટ બનાવી દે છે. ઈરફાન ખાન ચરિત્રથી ઉપર નીકળી શકતા નથી. સુરેશ મેનનની ભૂમિકા એવી છે કે, બિચારા એક વાર પણ લોકોને હસાવી શકતા નથી. જૂહી ચાવલાએ સંક્ષિપ્ત ભૂમિકા સારી રીતે ભજવી. દીયા મિર્જાએ કદાચ આ ફિલ્મ મોટા બેનરના કારણે કરી છે. રજત કપૂર, જાકિર હુસેન ડરાવવામાં અસફળ રહ્યાં.
અન્ય પક્ષ આ ફિલ્મના ત્રણ આઈટમ સોંગ ફિલ્મના પ્રદર્શિત થયાં પહેલા ઘણા ચર્ચિત હતાં. રાખી સાંવતનું ગીત બકવાસ છે. રાખીએ જરૂર લટકા-જટકા દેખાડ્યાં છે. શાહરૂખ પર ફિલ્મવામાં આવેલા ગીતની તુલનામાં રિતિકનું ગીત બાજી મારી જાય છે. રાજેશ રોશને કેટલી ધુન પોતે બનાવી છે અને કેટલી ચોરીની છે એ બધાને જાણ છે. ફિલ્મના ડાયલોગ કેટલાક સ્થળે હસાવે છે.
સરવાળે 'ક્રેજી 4' માં હાસ્ય ઓછું અને કટાળો વધું છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)... |
| |
|
|
|
|
|
|
|