|
| આ દેખે જરા... |
નિર્માતા - વિકી રાજાની નિર્દેશક - જહાંગીર સુરતી સંગીત - ગૌરવ દાસ ગુપ્તા, પ્રીતમ ચક્રવર્તી કલાકાર - બિપાશા બાસુ, નીલ નિતિન મુકેશ, રાહુલ દેવ, સોફી ચૌધરી
સંજય દત્તની પહેલી ફિલ્મ 'રોકી'ના એક ગીતની લાઈન છે 'આ દેખે જરા', જેને આધાર બનાવીને આ ફિલ્મનું નામ નક્કી કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નામ અગાઉ 'ફ્રીજ' નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ બાદમાં તેને બદલી નાખવામાં આવ્યું.
ફિલ્મની કથા તરફ દૃષ્ટિપાત કરીએ તો..
રે આચાર્ય (નીલ નીતિન મુકેશ) એક ફોટોગ્રાફર છે જે પોતાની ઓળખ સ્થાપવા માટે સંઘર્ષ કરી રહ્યો છે તેના હાથમાં પોતાના દાદાનો એક સ્પેશ્યલ કેમેરો આવી જાય છે જેની મદદ વડે તે ભવિષ્ય જોઈ શકે છે.
કેમેરો હાથમાં આવતા જ તેની જીંદગી બદલાય જાય છે. તેણે કદી સપનામાં પણ વિચાર્યું ન હતું કે, તેનું જીવન આટલું સુધરી જશે. શ્રીમંત થવાની સાથોસાથ તેના જીવનમાં સિમી (બિપાશા બાસુ) નામની યુવતીનું પણ આગમન થાય છે જે તેને ખુબ જ ચાહે છે. સિમી સેક્સી છે, ડીજે છે અને જીવન પોતાની શરતો પર જીવે છે. રે ને લાગે છે કે, હવે તેના જીવનમાં ખુશીઓ જ ખુશીઓ છે પરંતુ કેમેરાની તાકાત પોતાની સાથે કેટલાક ખતરાઓને પણ લઈને આવે છે. રે નો આમનો અંધકાર સાથે થાય છે તેની ખરાબ તાકાતો ઉપરાંત નસીબ સાથે પણ રે ને લડવું પડે છે.
'આ દેખે જરા' એક ઝડપી ગતિવાળી રોમાંટિક, મ્યૂઝિકલ, થ્રિલર અને એક્શન ફિલ્મ છે, જે દર્શકોને ભરપૂર મનોરંજનનુ પ્રોમિસ કરે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|