|
| દિલ્લી-6 |
નિર્માતા : રાકેશ ઓમપ્રકાશ મેહરા, રૉની સ્ક્રૂવાલા નિર્દેશક : રાકેશ ઓમપ્રકાશ મેહરા સંગીત . એ.આર. રહેમાન, રજત ઢોલકિયા કલાકાર : અભિષેક બચ્ચન, સોનમ કપૂર, ઓમ પુરી, દિવ્યા દત્તા, ઋષિ કપૂર, વહીદા રહમાન, પવન મલ્હોત્રા, સુપ્રિયા પાઠક, તનવી આજમી, કેકે રૈના, અતુલ કુલકર્ણી
ફિલ્મની કથા ભારતીય મૂળના અમેરિકન યુવક રોશન (અભિષેક બચ્ચન) પર આધારિત છે જે ભારત પ્રથમ વખત આવ્યો છે. તેનું ભારત આવવાનું કારણ તેની દાદી છે જે ખુબ જ બીમાર છે જે પોતાના અંતિમ દિવસોને ભારતમાં વિતાવવા ઈચ્છે છે જ્યાં તેનો જન્મ થયો છે. રોશન પાશ્ચાત્ય જીવનશૈલીથી ટેવાયેલો છે. ભારતીય સંસ્કૃતિ, વિશ્વાસ અને ધર્મ વિષે તેને વધુ જાણ નથી. અહીંના ભોજન અને સુગંધનો તે પહેલી વખત અનુભવ કરે છે.
ભારત આવ્યાં પૂર્વે તે વિચારી રહ્યો હતો કે, તેની દાદી અમેરિકા છોડીને ભૂલ કરી રહી છે પરંતુ તેને અહીં આવ્યાં બાદ એવું લાગે છે કે, પોતે ખોટો હતો. અહીં તેને જે આત્મિયતા અને પ્રેમ મળ્યો તેનાથી તે અભિભૂત છે. બિટ્ટૂ (સોનમ કપૂર) પોતાની ઓળખ સ્થાપવાની શોધમાં છે અને પરંપરાની સાંકળોને તોડવા ઈચ્છે છે જેણે હાલ તેને બાધી રાખી છે. તે રોશનને પ્રેમ કરવા લાગે છે. રોશનની મુલાકાત ગોબર (અતુલ કુલકર્ણી), જલેબી (દિવ્યા દત્તા) અને નવાબ સાહબ અલી (ઋષિ કપૂર) સાથે થાય છે જે તેને સમજાવે છે કે, તે પોતાની બિટ્ટૂને છોડીને ન જાય કારણ કે, આવો પ્રેમ જીવનમાં વારંવાર મળતો નથી.
આ ફિલ્મની કથામાં દિલ્લીને એ ભાગ દેખાડવામાં આવ્યો છે જેનો પિનકોડ 110006 છે. એટલા માટે આ ફિલ્મને 'દિલ્લી- 6’ નામ આપવામાં આવ્યું છે. આ શહેર આ ફિલ્મના એક પાત્રની જેમ હાજર છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - ફિલ્મનો નાયક સિદ્ધૂ (અક્ષય કુમાર) ઘણો મોટી વ્યક્તિ બનવા ઈચ્છે છે પરંતુ એક નંબરનો... |
| |
|
|
|
|
|
|