|
| રાજ : ધિ મિસ્ટ્રી કન્ટીન્યૂજ |
બેનર : વિશેષ ફિલ્મ્સ, સોની બીએમજી નિર્માતા : મુકેશ ભટ્ટ નિર્દેશક : મોહિત સૂરી સંગીત : તોષી, શરીબ સાબરી, રાજૂ સિંહ, ગૌરવ દાસગુપ્તા કલાકાર : ઇમરાન હાશમી, અધ્યયન સુમન, કંગના
‘રાજ : ધિ મિસ્ટ્રી કન્ટીન્યૂજ઼’ની કથામાં પૃથ્વી (ઇમરાન હાશમી), યશ (અધ્યયન સુમન) અને નંદિતા (કંગના) મુખ્ય પાત્ર છે. પૃથ્વી એક ચિત્રકાર છે અને તેના દ્રારા બનાવામાં આવેલા ચિત્રોમાં ભવિષ્યમાં સર્જાનારી ઘટનાઓ નજરે ચડે છે. એક દિવસે તે નંદિતાનું ચિત્ર બનાવે છે જેને તે અગાઉ ક્યારેય પણ મળ્યો નથી. તેને ચિત્ર જોઈને લાગે છે કે, નંદિત પર મુશ્કિલો આવવાની છે.
એક દિવસે તે નંદિતાને મળે છે અને તેને તમામ વાતો જણાવે છે. નંદિતા યશને ચાહે છે જે એક ડોક્યુમેન્ટરી ફિલ્મનો નિર્માતા છે.
નંદિતા અને યશને પૃથ્વીની વાતો પર બિલકુલ પણ વિશ્વાસ નથી પરંતુ જ્યારે નંદિતા સાથે અજીબોગરીબ ઘટનાઓ ઘટવા લાગે છે ત્યારે તેને વિશ્વાસ થઈ જાય છે. એક દિવસે પૃથ્વી એવી પેંટિંગ બનાવે છે જેમાં નંદિતાને મૃત દેખાડવામાં આવી છે.
આ જોઈને નંદિતા ડરી જાય છે. તેને લાગે છે કે, કોઈ તેને મારવાનું છે. તે આ રહસ્યનો પડદો ખોલવા ઈચ્છે છે. યશ તેને તેમાં સહયોગ આપતો નથી પરંતુ નંદિતાની સહાય કરવા પૃથ્વી તૈયાર થઈ જાય છે. શું થશે નંદિતા સાથે ? જાણવા માટે જુવો 'રાજ'.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|