|
| જમ્બો |
એનિમેશન ફિલ્મ 'જમ્બો' અક્ષય કુમારના કારણે ચર્ચામાં છે જેમાં અક્ષયે પોતાનો અવાજ આપ્યો છે. અક્ષયે એવું પોતાના પુત્ર અરાવ માટે કર્યું છે. એટલું જ નહીં અક્ષયે લારા દત્તા, ડિમ્પલ કપાડિયા, રાજપાલ યાદવ અને ગુલશન ગ્રોવર જેવા કલાકારોને પણ ફિલ્મના વિભિન્ન પાત્રોને અવાજ આપવા માટે રાજી કર્યા. કહેવામાં આવી રહ્યું છે કે, અક્ષયે માત્ર અવાજ આપવાના બદલામાં 9 કરોડ રૂપિયાની ચૂકવણી કરી છે.
જમ્બો હાથીનું મદનિયું છે. તેના પિતા નથી એટલા માટે તેને બીજા હાથી પરેશાન કરે છે. જમ્બોને પોતાના પિતા વિષે વધુ માલૂમ નથી. તેને માત્ર એટલું જ જણાવામાં આવ્યું છે કે, તે રાજા સાથે યુદ્ધમાં લડાઈ માટે લાવે છે. જમ્બો પોતાના પિતા વિષે વધુમાં વધુ જાણવા ઈચ્છે છે.
એક દિવસે કેટલાક લોકો જમ્બોને પકડી લે છે. જમ્બોની પ્રિંસ નામના બાળક સાથે મિત્રતા થઈ છે. જમ્બો તેની મદદથી ભાગી જાય છે અને એક ગામમાં પહોંચી જાય છે.
ગામમાં ઘણા બધા હાથી છે જે મનુષ્ય સાથે મળીને કામ કરે છે. જમ્બોને પાલતૂ બનાવવા માટે તેને સાંકળો વડે બાંધી દેવામાં આવે છે. તેને તાલીમ આપવામાં આવે છે જેથી તે બુદ્ધિમાન બને. ધીરે-ધીરે જમ્બો મોટો થાય છે અને શક્તિશાળી બની જાય છે.
એક દિવસે ગામમાં કેટલાક લોકો ટેક્સ વસૂલવા માટે આવે છે. જ્યારે તે ખુબ જ વધુ ટેક્સ લે છે તો ગામના લોકો નારાજ થાય છે. તેની પરસ્પર લડાઈ લડે છે જેમાં ગામના લોકો હાથીઓની મદદથી જીતી જાય છે.
આ વાત રાજા સુધી પહોંચે છે. તે જમ્બોને પોતાની સેનામાં શામેલ કરી લે છે. એક વાર યુદ્ધ થાય છે અને જમ્બોને લડવા માટે મોકલે છે. યુદ્ધભૂમિમાં જમ્બોનો મુકાબલો એક ભીમકાય હાથી સાથે થાય છે. જમ્બોને જાણ થાય છે કે, તે એ જ હાથી છે જેણે તેના પિતાને માર્યા હતાં. જમ્બો તેનો જોરદાર મુકાબલો કરે છે અને અંતમાં વિજયી થાય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|