|
| મહારથી |
નિર્માતા : ઢિલિન મહેતા નિર્દેશક : શિવમ નાયર કલાકાર : ઓમ પુરી, નસીરુદ્દીન શાહ, પરેશ રાવલ, બોમન ઈરાની, નેહા ધૂપિયા, તારા શર્મા
'મહારથી' ગુજરાતી નાટક પર આધારિત ફિલ્મ છે જેના સાતસોથી વધુ શો સફળતાપૂર્વક થઈ ચૂક્યાં છે. કથા સુભાષ (પરેશ રાવલ) નામન વ્યક્તિની જે દસ વર્ષોમાં ફિલ્મોમાં ભાગ્ય અજમાવી રહ્યો છે પરંતુ હજુ સુધી સફળ થઈ શક્યો નથી.
એક રાત્રે સુભાષ પોતાના જીવના જોખમે મિ.એડેનવાલા (નસીરુદ્દીન શાહ) નો જીવ બચાવે છે. એડેનવાલા એક ફિલ્મ નિર્માતા હતાં. સુભાષથી ખુશ થઈને તે તેને પોતાને ત્યાં ડ્રાઈવરની નોકરી આપી છે.
એડેનવાલની પત્ની મલ્લિકા (નેહા ધૂપિયા) ની નજર પોતાના પતિની મિલકત પર છે. સુભાષ તેના ઈરાદાઓ જાણી જાય છે. તેને પણ આમીર બનવાનો રસ્તો નજરે આવે છે. મલ્લિકા સાથે મળીને તે એક ખતરનાક ષડયંત્ર રચે છે જેની મારફત મિ.એડેનવાલાની મિલકત મેળવી શકાય.
પોતાની યોજનાને વિશ્વસનીય બનાવવા માટે તે એડેનવાલાના વકીલ (બોમન ઈરાની) ની સહાયતાથી એક કેયરટેકર (તારા શર્મા)ની નિમણૂક કરે છે. તમામ સાવધાનીઓ છતાં પણ કેટલીક ભૂલો સુભાષથી થઈ જાય છે અને મામલાની તહકીકાત કરવા આવી પહોચે છે એસીપી ગોખલે (ઓમપુરી).
શું થશે સુભાષનું ? જાણવા માટે જોઈએ 'મહારથી'.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - સમય અને સ્થિતિનો વિશેષ લાભ લો. વિવાદ, પરેશાનીથી દૂર રહો. વૈચારિક સંતોષ રાખવો... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - ‘ફૂઁક’ જેવી ફિલ્મ બનાવ્યાં બાદ નિર્માતા આજમ ખાન હવે ‘ખલબલી- ફન અનલિમિટેડ’ નામ... |
| |
|
|
|
|
|
|
|