|
| હીરોજ |
નિર્માતા : સમીર કર્ણિક, ભરત શાહ, વિકાસ કપૂર નિર્દેશક : સમીર કર્ણિક સંગીતકાર : સાજિદ-વાજિદ, મોંટી શર્મા કલાકાર : સલમાન ખાન, સની દેઓલ, બૉબી દેઓલ, પ્રીતિ જિંટા, સોહેલ ખાન, વત્સલ સેઠ, મિથુન ચક્રવર્તી, ડીનો મોરિયા, રિયા સેન
‘હીરોજ’ સૈમી (સોહેલ ખાન) અને અલી (વત્સલ સેઠ) ની કથા છે. સ્વભાવ વિપરીત હોવા છતાં પણ બન્ને પાકા મિત્રો છે. સૈમી હસમુખ છે કોઈ પણ પરિસ્થિતિ હોય તે હસવાનું બહાનું શોધી લે છે. અલીને ચુપ રહેવું ખુબ જ ગમે છે. ફિલ્મ સ્કૂલ દ્વારા બન્નેને એક પ્રોજેક્ટ મળે છે જે અંતર્ગત તેમને દેશના વિભિન્ન ભાગોમાં જઈને ત્રણ પત્રોને તેમના સરનામા સુધી પહોંચાડવાના છે. હજારો કિલોમીટરનું અંતર તે પોતાની મોટર સાઈકલ પર પસાર કરે છે અને ત્રણ જવાનોના પરિજનોને મળે છે.
એક પરિવાર બલકાર સિંહ (સલમાન ખાન) અને કુલજીત કૌર (પ્રીતિ જિંટા) નો છે. બલકાર માટે દેશથી વિશેષ અન્ય કંઈ પણ નથી.
બીજો પરિવાર વિક્રમ શેરગિલ (સની દેઓલ) અને ધનંજય શેરગિલ (બૉબી દેઓલ) નો છે વિક્રમ કોઈથી પણ ડરતો નથી અને દેશ માટે તે જીવ પણ આપી દે છે. ત્રીજો પરિવાર ડો. નકવી (મિથુન ચક્રવર્તી) અને સાહિલ (ડીનો મોરિયા) નો છે.
આ ત્રણેય પરિવારને મળ્યાં બાદ સૈમી અને અલીનું જીવન બદલી જાય છે. તેમને અનુભવ થાય છે કે, દરેક વ્યક્તિની અદંર હીરો હોય છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|