|
| કર્જ |
નિર્માતા : ભૂષણ કુમાર, કિશન કુમાર નિર્દેશક : સતીશ કૌશિક સંગીત : હિમેશ રેશમિયા કલાકાર : હિમેશ રેશમિયા, શ્વેતા કુમાર, ઉર્મિલા માતોંડકર, ડૈની, ડીનો મોરિયા, ગુલશન ગ્રોવર, રોહિણી હટ્ટંગડી, બખ્તિયાર ઈરાની
મોંટી (હિમેશ રેશમિયા) દક્ષિણ અફ્રીકાના એક સફળ અને સુપ્રસિદ્ધ રૉક સ્ટાર છે. તેના ગીત ખુબ જ લોકપ્રિય છે અને તેના કેટલાયે પ્રશંસક છે. એક પાર્ટીમાં સુંદર યુવતી ટીના (શ્વેતા કુમાર) આવે છે અને તેને જોઈને મોંટી દીવાનો થઈ જાય છે. આ પ્રથમ નજરનો પ્રેમ હતો. મોંટીને ટીના કોઈ ખાસ રિસપોન્સ આપતી નથી.
રિહર્સલ દરમિયાન અચાનક મોંટી એક ધુન વગાડવા લાગે છે અને તેના મગજમાં એક મંદિર, એક સુંદર યુવતી અને એક હવેલીની તસ્વીર ઉભરીને સામે આવે છે. ત્યાર બાદ મોંટી બેભાન થઈ જાય છે.
મોંટી કાર્યક્રમ આપવા માટે એક શહેરમાં જાય છે અને ત્યાં તેને એ હવેલી નજરે ચડે છે. આ એ જ હવેલી છે જે હમેશા તેને દેખાય છે. તે હવેલી રવિ વર્મા (ડીનો મારિયો)ની છે જેનું રહસ્યમય સ્થિતિમાં મૃત્યુ નિપજ્યું છે. તે પોતાની પાછળ મા અને બહેનને છોડીને જાય છે જેઓ હાલ ક્યાં છે તેની કોઈને પણ જાણ નથી.
અચાનક મોંટીને બધુ યાદ આવવા લાગે છે તેને ખબર પડી જાય છે કે, પાછલા જન્મમાં તે રવિ વર્મા હતો. તેણે કામિની (ઉર્મિલા માતોંડકર) સાથે પ્રેમ લગ્ન કર્યાં હતાં અને કામિનીએ મિલકતની લાલચમાં આવીને તેની હત્યા કરી નાખી હતી.
તે કામિનીને મળે છે. કામિની ટીનાની સાવકી માં છે. તે કેવી રીતે પોતાના મૃત્યુનો બદલો લે છે અને પોતાની મા અને બહેનને શોધે છે એ જાણવા માટે જુવો 'કર્જ'.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|