|
| ગોલમાલ રિટર્ન |
| શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2008 ( 17:21 IST ) | |
નિર્માતા : ઢિલિન મેહતા નિર્દેશક : રોહિત શેટ્ટી સંગીત : પ્રીતમ ચક્રવર્તી કલાકાર : અજય દેવગન, કરીના કપૂર, અરશદ વારસી, અમૃતા અરોરા, તુષાર કપૂર, અંજના સુખાની, શ્રેયસ તલપદે, સેલિના જેટલી
ગોપાલ (અજય દેવગન) પોતાની પત્ની એકતા (કરીના કપૂર), બહેન ઈશા (અમૃતા અરોરા) અને મૂંગા સાળા (તુષાર કપૂર) સાથે રહે છે. એકતા સાસુ-વહુની સીરિયલો જોવાની ઘણી શોખીન છે.
એક રાત્રે ઘરે પરત ફરતી વેળાએ તે મીરા (સેલિના) ને ગુંડાઓથી બચાવે છે. ગુંડાઓને બચાવ્યાં બાદ મીરા સાથે ગોપાલ આખી રાત એક નૌકામાં ફસાઈ જાય છે. સવારે ગોપાલ ઘરે પહોંચે છે તો તેનો સામનો શંકાશીલ પત્ની એકતા સાથે થાય છે. એકતાને શક છે કે, ગોપાલ મોજમજા માણીને ઘરે પરત ફર્યો છે. પોતાની પત્નીનો શક દૂર કરવા માટે ગોપાલ એકતાને ખોટુ કહે છે કે, તે એંથની ગોંસાલ્વિસ નામના એક મિત્રને ત્યાં રોકાયો હતો. એકતાને વિશ્વાસ આવતો નથી કે, ગોપાલનો એંથની નામનો કોઈ મિત્ર પણ છે. તે એંથનીને પત્ર લખીને તેને મળવા માટે બોલાવે છે.
બીજી બાજુ ગોપાલ પોતાના મિત્ર લક્ષ્મણ (શ્રેયસ તલપદે) ને એ વાત માટે રાજી કરી લે છે કે, તે એંથની બનીને તેની પત્ની સાથે મુલાકાત કરશે. જે સરનામે એંથનીના નામથી એકતાનો પત્ર આવે છે ત્યાં સાચે જ એંથની ગોંસાલ્વિસ નામનો વ્યક્તિ રહે છે. તે એકતાને મળવા માટે પહોંચી જાય છે.
દરમિયાન ગોપાલને એ વાતની જાણ થાય છે કે, જે સ્થળેથી તેણે મીરાને ગુંડાઓથી બચાવી હતી ત્યાંથી પોલીસને એક લાશ મળી છે. પોલીસ અધિકારી અને ઈશાનો પ્રેમી માધવ (અરશદ વારસી) આ કેસની તપાસ કરી રહ્યાં છે.
માધવ અને ગોપાલને પરસ્પર બનતું નથી. માધવને જાણ થાય છે કે, એ રાત્રે ગોપાલ ઘરેથી ગાયબ હતો. આ લાશ ગોપાલની ઓફિસના કર્મચારીની છે. માધવની તપાસ દ્રારા ફિલ્મ હાસ્યાપ્રદ ઘટનાક્રમોની મદદથી આગળ વધે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - આર્થિક યોગ ઠીક રહે. કામકાજથી પ્રસન્નતા રહે. વિવિધ પ્રકારની ખરીદી કરી શકો. મકાન તથા દુકાન... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - યશરાજ ફિલ્મ્સની જૂની ફિલ્મોની જેમ રાજ અને માહી ટ્રેનમાં બેસીને સ્વિટજરલેન્ડમાં ફરી... |
| |
|
|
|
|
|
|
|