|
| ટશન |
નિર્માતા: આદિત્ય ચોપડા, નિર્દેશક : વિજય કૃષ્ણ આર્ચાય, સંગીત : વિશાલ શેખર, કલાકાર : અક્ષય કુમાર, કરીના કપૂર, સૈફ અલી ખાન, અનિલ કપૂર
સૈફ અને કરીનાની હોટ જોડી, ખેલાડી નંબર-1 અક્ષય કુમાર, સદાબહાર અનિલ કપૂર અને યશરાજ ફિલ્મનું બૈનર 'ટશન' ફિલ્મ પ્રત્યે દર્શકોમાં ઉત્સુકતા જગાડવા માટે પૂરતાં છે. 25 એપ્રિલના રોજ પ્રદર્શિત થનારી આ ફિલ્મ વર્ષ 2008 ની મોટી ફિલ્મો પૈકીની એક છે.
ફિલ્મના પાત્રો એકથી એક ચડિયાતા છે જેઓ ન ઈચ્છતાં હોવા છતાં સાથે એક યાત્રા પર નીકળી પડે છે. તેમને એક-બીજા પ્રત્યે નફરત છે પરંતુ જીવતા રહેવા માટે તેમને એક-બીજાનો વિશ્વાસ કરવો પડે છે.
સૈફ અલી ખાન ફિલ્મમાં કૉલ સેન્ટરમાં કામ કરનારા એક્જીક્યૂટિવ જીમ્મીની ભૂમિકા ભજવી રહ્યાં છે. જિમ્મી યુવતીઓને પટવાની બાબતમાં અવ્વલ છે અને અત્યાર સુધીમાં પોતે કેટલી યુવતીઓને પટાવી ચૂક્યો છે તેની તેને પણ જાણ નથી.
કરીના કપૂર પૂજા નામની યુવતીનું પાત્ર ભજવી રહી છે. સૌંદર્યવાન પૂજા 34-22-34 ના ફિગર ધરાવે છે અને ખુબ ચાલાક છે. તે કોઈ પણ મૂર્ખ બનાવી શકે છે. તેની અદા કાતિલાના છે.
લખન સિંહ ઉર્ફે ભય્યાજીના દિલચસ્પ પાત્રમાં અનિલ કપૂર દેખાશે. અસંખ્ય ડિગ્રી તેમની પાસે છે અને જ્યોર્જ બુશની જેમ અંગ્રેજી બોલવાનું તેમનું સપનું છે. લોકોને મારવામાં તેમને એટલો જ આનંદ મળે છે જેટલો અંગ્રેજી બોલવામાં.
બચ્ચન પાંડેની ભૂમિકા અક્ષય કુમાર ભજવી રહ્યાં છે જે ગેરેન્ટી સાથે હાડકા તોડવાનો દાવો કરે છે. આ દિલચસ્પ પાત્રોએ મળીને તેમની કથા જાણવા ઈચ્છતા હોય તો જુઓ 'ટશન'
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - ખોટા ક્રોધ તથા ચિડીયાપણું થાય. માનસિક વૈચારિક તણાવ રહે. સમજી વિચારીને સ્વભાવને વિપરીત કામ કરવા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - આ એક ચર્ચાનો મુદ્દો છે કે, પાગલ કોણ છે ? દુનિયામાં વસનારા સમજદાર લોકો કે પછી... |
| |
|
|
|
|
|
|
|