|
| સિર્ફ : લાઈફ લુક્સ ગ્રીનર ઑન ધ અધર સાઈડ. |
નિર્માતા : સંજય કોટાડિયા, કનૂ પટેલ, ઘનશ્યામ પટેલ , નિર્દેશક : રજતેશ નાયર સંગીત : સોહેલ સેન, શિવાની કશ્યપ, કલાકાર : કેકે મેનન, પ્રવીણ ડબાસ, રણવીર શૌરી, અંકુર ખન્ના, મનીષા કોઈરાલા, સોનાલી કુલકર્ણી, રિતુપર્ણા સેનગુપ્તા, નૌહીદ
મોટા શહેરોમાં ઝડપી જીવન જીવનારા લોકો ન તો માત્ર તણાવગ્રસ્ત રહે છે પરંતુ તેમના પરસ્પરના સંબંધો પણ પ્રભાવિત થવા લાગે છે તેમનું જીવન એક હાઈ-વે જેવું હોય છે જેના આગામી વળાકમાં શુ થવાનું છે તેની કોઈને જાણ હોતી નથી છતાં પણ તેઓ પોતાના સ્વપ્ન પૂર્ણ કરવામાં વિશ્વાસ રાખે છે.
'સિર્ફ' માં ચાર જોડીઓના માધ્યમથી શહેરી લોકોના જીવનમાં ડોકિયુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ચાર જોડી છે- કેકે મેનન-મનીષા કોઈરાલા, પ્રવીણ દબાસ-રિતુપર્ણા સેનગુપ્તા, અંકુર ખન્ના-નૌહીદ અને રણવીર શૌરી-સોનાલી કુલકર્ણી.
અલગ અલગ સમાજમાંથી આવેલા આ લોકો કોઈના કોઈ કારણોસર દુ:ખી છે. કોઈ પૈસાના કારણે તો કોઈ પ્રેમના કારણે તો કોઈ વિશ્વાસની ઉણપ હોવાના કારણે. અચાનક તેમના જીવનમાં એક વળાક આવે છે કે, તેઓ એક-બીજા સામે આવીને ઉભા રહી જાય છે.
શું ભાગદોડ ભરેલા જીવનમાં તેઓ આરામની ક્ષણ શોધી શકશે ? શું તેમને પરેશાનીઓમાંથી મુક્તિ મળી જશે ? શું તેમને સુખ મળી શકશે ? જાણવા માટે જુઓ 'સિર્ફ : લાઈફ લુક્સ ગ્રીનર ઑન ધ અધર સાઈડ''.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)... |
| |
|
|
|
|
|
|
|