|
| વન ટૂ થ્રી |
નિર્માતા : કુમાર મંગત-સુનીલ લુલ્લા નિર્દેશક : અશ્વની ધીર સંગીત : રાઘવ કલાકાર : તુષાર કપૂર, ઈશા દેઓલ, સુનીલ શેટ્ટી, સમીરા રેડ્ડી, પરેશ રાવલ, નીતૂ ચન્દ્રા, ઉપેન પટેલ, તનીષા
આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર), લક્ષ્મીનારાયણ બે (સુનીલ શેટ્ટી) અને લક્ષ્મીનારાયણ ત્રણ (પરેશ રાવલ) ને એક જેવા નામના કારણે કેવી કેવી મુશ્કેલીઓ સહન કરવી પડે છે તેનું આ ફિલ્મમાં ચિત્રણ કરવામાં આવ્યું છે.
પપ્પાના હીરાની ચોરી થઈ ગઈ છે જે ચંદૂ (ઉપેન પટેલ) અને ચાઁદની (તનીષા) ને મળે છે. તેઓ આ હીરાને એક જૂની કારમાં છુપાવી દે છે.
માફિયા પરિવાર સાથે જોડાયેલા હોવા છતા પણ લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર) હજુ સુધી ખતરનાક બની શક્યો નથી તેને પપ્પા (મુકેશ તિવારી) ને મારવાની સોપારી મળે છે. તે તેને મારવા માટે પોંડિચેરી જાય છે અને હોટલ બ્લૂ ડાયમંડમાં રોકાય છે.
લક્ષ્મીનારાયણ બે (સુનીલ શેટ્ટી) પોતાની બૉસ (સમીરા રેડ્ડી) માટે કામ કરવા છે તે પોતાની બોસ માટે કારનો સોદો કરવા માટે બ્લૂ ડાયમંડમાં આવીને રોકાય છે.
લક્ષ્મીનારાયણ ત્રણ (પરેશ રાવલ) ના અંત:વસ્ત્ર બનાવાની ફેક્ટરી છે. તે એક ડિઝાઈન વિષે ચર્ચા માટે જિયા (ઈશા દેઓલ) ને મળવા આવ્યો છે. તે પણ એ જ હોટલમાં રોકાય છે જ્યાં અન્ય લક્ષ્મીનારાયણ રોકાયેલા છે.
ત્રણેયને એક-એક પત્ર અને ફોટો મળે છે જેની ભૂલથી અદલા-બદલી થઈ જાય છે. પ્રથમ લક્ષ્મીનારાયણ (તુષાર) ને જિયા (ઈશા) નો ફોટો મળી જાય છે અને તે તેને મારવા માટે પહોંચી જાય છે પરંતુ તે તેને પ્રેમ કરી બેસે છે.
બીજા લક્ષ્મીનારાયણને ભૂલથી પાપાના ફોટો મળી જાય છે. તે પાપા પાસે કારનો સૌદો કરવા જાય છે અને બદલા પાપા તેની જોરદાર ધોલાઈ કરે છે. જો લક્ષ્મીનારાયણ લૈલા (સમીરા રેડ્ડી) પાસે અંત:વસ્ત્રની ડિઝાઈન વિષે ચર્ચા કરવા પહોંચી જાય છે.
હાસ્યાસ્પદ પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે અને ગુથ્તિઓ કેવી રીતે ઉકેલાય છે જેના માટે જુઓ ‘વન ટૂ થ્રી’.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદીત સ્થિતિઓથી દૂર રહો. માર્ગદર્શન તથા સહયોગ મળે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ તથા આત્મવિશ્વાસ વધે. આર્થિક યોગ ઠીક રહે... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા... |
| |
|
|
|
|
|
|
|