|
| નગ્ન તસ્વીરોથી રિહાના દુ:ખી |
| લંડન (ભાષા), સોમવાર, 11 મે 2009 ( 14:40 IST ) | |
ગાયિકા રિહાનાની કથિત નગ્ન તસવીરો ઈંટરનેટ પર જારી થયાં બાદ કહેવામાં આવી રહ્યું છે કે, તે ખુદને બરબાદ થયેલી અનુભવી રહી છે જ્યારે તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ ક્રિસ બ્રાઉને તેમાં તેની ભૂમિકા હોવાના સમાચારોનું ખંડન કર્યું છે.
બ્રિટિશ ટેબલોઈડ 'ન્યૂઝ ઑફ વર્લ્ડ' માં પ્રકાશિત સમાચારો અનુસાર આ 21 વર્ષીય ગાયિકા વિષે કહેવામાં આવી રહ્યું છે કે, આ કાંડથી તે એટલી શરમ અનુભવી રહી છે કે, તે હોલીવુડથી ભાગી ગઈ છે અને તેણે હવાઈ શહેરમાં આશરો લઈ લીધો છે.
ખરાબ સમય રિહાનાનો પીછો છોડી રહ્યો નથી. પોતાના પુરૂષ મિત્રના કથિત હુમલાનો શિકાર થયાં બાદ તેની સાથે આ કાંડ થયું છે. ઉલ્લેખનીય છે કે, આ ગાયિકાએ અગાઉ કહ્યું હતું કે, તે ક્યારેય પણ નગ્ન તસ્વીરમાં ખુદને જોવા ઈચ્છતી નથી. તેણે કહ્યું હતું કે, જો હું નગ્ન તસવીર ખેંચવાડવાશી તો મારી મા મને મારી નાખશે.
ત્યાં બીજી તરફ કોંટેક્ટ મ્યૂજિક અનુસાર તેના ભૂતપૂર્વ પુરૂષ મિત્ર ક્રિસ બ્રાઉને આ ખબરનું ખંડન કર્યું છે જેમાં એવી અટકળો લગાડવામાં આવી રહી હતી કે, તેણે પોતાની ભૂતપૂર્વ મહિલા મિત્રની નગ્ન તસ્વીરોને ઈંટરનેટ પર જારી કરી છે. ક્રિસે જણાવ્યું કે, આ કાંડમાં તેની કોઈ ભૂમિકા નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|