|
| મલ્લિકા શેરાવત : પવિત્ર આત્મા |
મલ્લિકા શેરાવતને હોટ, સેક્સી, મલ્લિકા અને ન જાણે કેટકેટલા નામે ઓળખવામાં આવે છે પરંતુ એ વાત પાકી છે કે, તેને 'પવિત્ર આત્મા' હજુ સુધી કોઈએ પણ નહીં કહ્યું હોય.
આ કમીને શ્રીમત જગદગુરુ શંકરાચાર્ય શ્રી શ્રી રાઘવેશ્વર ભારતી સ્વામીજીએ પૂર્ણ કરી દીધી છે. તેમણે મલ્લિકાને 'એક પવિત્ર આત્મા' કહીને બોલાવી છે. તેણે મલ્લિકાને ન તો માત્ર કર્ણાટક સ્થિત પોતાના નવા આશ્રમમાં બોલાવી પરંતુ તેના સન્માનમાં પૂજાઓ પણ કરાવી.
પ્રસંગ હતો હનુમાન પ્રોજેક્ટના આરંભ થવાનો. આ પ્રોજેક્ટ એ ગુફાની નજીક શરૂ થયો જેના વિષે શંકરાચાર્યનું કહેવું છે કે, ત્યાં હનુમાનનો જન્મ થયો હતો. આ સ્થાન પર પંદર માળ ઉચી હનુમાનની પ્રતિભા બનાવામાં આવશે. કેરળ અને મૈંગલોરથી પૂજારીઓને આ પ્રસંગાર્થે બોલાવામાં આવ્યાં હતાં.
મલ્લિકાને જ્યારે શંકરચાર્યનું આમંત્રણ મળ્યું ત્યારે તે પોતાની ફિલ્મ 'હિસ્સ' ના પોસ્ટ પ્રોડક્શનમાં લૉસ એંજિલ્સમાં વ્યસ્ત હતી. આ નિમંત્રણને મેળવેને તેને ઘણું આશ્વર્ય થયું અને તે વિશેષ રૂપે ભારત આવી.
આ વિષે જ્યારે મલ્લિકા સાથે વાત કરવામાં આવી તો તેણે કહ્યું 'હું છેલ્લા ઘણા દિવસોથી અમેરિકામાં છું અને શંકરાચાર્યના કારણે મને ભારત આવવાનો મૌકો મળ્યો. હિંદૂ મૂળથી એક વાર ફરી હું જોડાઈ ગઈ છું. આ મારા માટે અનોખો અનુભવ હતો જેને હું જીવનભર યાદ રાખીશ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|