|
| હું ફાઈટર છું : સંજય દત્ત |
સંજય દત્ત ચૂંટણીથી બહાર થઈ ગયાં છે. સુપ્રીમ કોર્ટે નિર્ણય તેમની આશાઓની વિપરીત સંભળાવ્યો. આ નિર્ણયથી સંજય, અમરસિંહ અને તેમના સમર્થક નિરાશ થઈ ગયાં.
'મેં મારા જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે અને આ નિર્ણય પણ તેમાંથી એક છે. સંજયે પોતાના એક મિત્રને જણાવ્યું. લોકસભા ચૂંટણી લડવાની ઈચ્છા તેમના મનમાં હતી પરંતુ એવું ન થઈ શક્યું.
સંજયના એક નજીકના મિત્રએ જણાવ્યું 'સંજૂ બાબા રાજનીતિમાં સ્વયંને સાબિત કરવા ઈચ્છે છે. તે ઈચ્છે છે કે, લોકોની સેવા કરવાની તેમના પરિવારની પરંપરા આગળ વધે. સંજયને એ વાતનું દુ:ખ છે કે, જ્યારે તેણે ચૂંટણી લડવાની ઈચ્છા પ્રગટ કરી તો તેના નજીકના લોકોએ તેની ક્ષમતાઓ પર પ્રશ્નચિન્હ લગાવી દીધું.
સંજયને પૂરતો વિશ્વાસ હતો કે, કોર્ટનો નિર્ણય તેમના પક્ષમાં જશે. જ્યારે નિર્ણય સંભળાવામાં આવ્યો ત્યારે માન્યતા તેમની પાસે હાજર ન હતી. સંજયના બે મિલ્ત્ર બિટ્ટૂ અને પ્રશાંતે સંજૂનો ઉત્સાહ વધારવાનો પ્રયત્ન કર્યો.
સંજયે પોતાના મિત્રોને જણાવ્યું 'હું એક ફાઈટર છું અને અંતિમ સમય સુધી રહીશ. જીવનભર મેં અનેક મોર્ચા પર લડાઈ લડી છે. જો ચૂંટણી ન લડી શક્યો તો શું થયું, ચૂંટણી બાદ પણ અમરસિંહ સાથે કામ કરતો રહીશ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ભોગ-વિલાસ,શુભ વ્યય, વિદેશથી ધન તથા કલા, સાહિત્ય અને સંગીત હેતુ શુભ. શેર માર્કેટ... |
| |
|
|
|
|
 | | ap |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - પ્રિયદર્શનને ગ્રામીણ જીવન પ્રત્યે ખુબ જ પ્રેમ છે અને તે અવાર-નવાર પોતાની ફિલ્મોમાં... |
| |
|
|
|
|
|
|