|
| પૂજા ભટ્ટ બોલ્ડ ફિલ્મ બનાવશે |
પૂજા ભટ્ટ હાલના દિવસોમાં જોર્ડનમાં છે તથા તે પોતાની ફિલ્મ 'કજરારે' નું શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મની શૂટિંગ સમાપ્ત થતાં જ પૂજા ફિલ્મ 'જિસ્મ' ની સિક્વલ 'જિસ્મ-2' બનાવવા જઈ રહી છે.
જિસ્મમાં જોન અબ્રાહમ અને બિપાશા બસુએ કામ કર્યું હતું અને ફિલ્મ હિટ રહી હતી. પૂજા ફિલ્મ 'જિસ્મ' ને એક બ્રાંડના રૂપમાં બનાવવા ઈચ્છે છે અને તેની સીરિજ બનાવવા ઈચ્છે છે.
ફિલ્મ 'જિસ્મ-2' બાદ જિસ્મ 3 અને 4 આવવાની સંભાવના છે. 'જિસ્મ 2' માં જોન અબ્રાહમ અને બિપાશા બસુ નહીં હોય કારણ કે, ફિલ્મ 'જિસ્મ' ના અંતમાં બન્નેના મૃત્યુ નિપજે છે.
આ ફિલ્મ માટે પૂજાને નવા ચહેરાઓની શોધ છે. 'વો લમ્હે' અને 'ધોખા' જેવી ફિલ્મની લેખક શગુફ્તા રફીક ફિલ્મની સ્ક્રિપ્ટ લખવા જઈ રહી છે.
ફિલ્મની કથા નીરજ ગ્રોવર હત્યાકાંડ આસપાસ ગુંથવામાં આવી છે. ફિલ્મને લઈને પૂજા ભટ્ટનું કહેવું છે કે, તે 'જિસ્મ 2' ને ઘણા બોલ્ડ અંદાજમાં બનાવવા ઈચ્છે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - ચચળતા વધે. વધારે કામની ચિંતા થાય. સતર્કતા રહે. વ્યવહારીક બાબતોમાં સ્પષ્ટતા રહે. રોકાણવાળા... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - મિ. ભટ્ટી એક સામાન્ય વ્યક્તિ છે. બેન્કમાં કામ કરનારા ભટ્ટી સાહેબ પાસે વિશ્વમાં શાંતિ... |
| |
|
|
|
|
|
|
|