યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ ગ્રહ-નક્ષત્ર વાસ્તુશાસ્ત્ર
ભૂમિ પસંદગી અને વૃક્ષારોપણ
- છાયા શર્મા
* ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું પોતાનું મહત્વપૂર્ણ સ્થાન રહ્યું છે. આયુર્વેદના જનક મહર્ષિ ચરકે પણ વાતાવરણની શુદ્ધતા માટે વિશેષ વૃક્ષોને મહત્વ બતાવ્યું છે. અંતતોગત્વા ભૂમિ પર ઉત્પન્ન થનારા વૃક્ષોના આધાર પર ભૂમિની પસંદગી કરવામાં આવે છે.

* કાટેંદાર વૃક્ષ ઘરની નજીક હોવાથી શત્રુ ભય રહે છે. દૂધવાળા વૃક્ષ ઘરની નજીક હોવાથી ધનનો નાશ થાય છે. ફળવાળા વૃક્ષ ઘરની નજીક હોવાથી સંતતિનો નાશ થાય છે. તેનું લાકડું પણ ઘર પર લગાડવા માટે અશુભ છે. કાંટેદાર વૃક્ષોને કાપીને તેના સ્થાને અશોક, પુન્નાગ અને શમી રોપવામાં આવે તો ઉપરોક્ત દોષનું નિવારણ થઈ જાય છે.

* પાકર, ગૂલર, આંબો, લીમડો, બહેડા તથા કાંટેદાર વૃક્ષ, પીપળ, આંબલી આ બધા ઘરની નજીક નિંદિત કહેવામાં આવ્યાં છે.

* ભવન નિર્માણ પહેલા એ પણ જોઈ લેવું જોઈએ કે, ભૂમિ પર વૃક્ષ, વેલ, છોઅ, વાડ, ઘાસ, કાંટેદાર વૃક્ષ વગેરે ન હોય.

* જે ભૂમિ પર પપૈયા, આમળા, દાડમ, વગેરે વૃક્ષો ખુબ હોય તે ભૂમિ વાસ્તુશાસ્ત્રમાં ખુબ જ શ્રેષ્ઠ બતાવામાં આવી છે.

* જે વૃક્ષો પર ફૂલ આવે છે અને વેલો અથવા વનસ્પતિઓ સરળતાથી વૃદ્ધિ કરે છે એ પ્રકારની ભૂમિ પણ વાસ્તુશાસ્ત્રમાં ઉત્તમ ગણાવામાં આવી છે.

* જે ભૂમિ પર કાંટાળા વૃક્ષ, સુકુ ઘાસ, બોર વગેરે વૃક્ષો ઉત્પન્ન થાય છે તે ભૂમિ વાસ્તુમાં નિષેધ ગણાવામાં આવી છે.

* જે વ્યક્તિ પોતાના ભવનમાં સુખી રહે છે તેણે કદી પર એ ભૂમિ પર પોતાનું મકાન ન બનાવવું જોઈએ જ્યાં પીપળ અથવા વડલો હોય.

* સીતાફળના વૃક્ષ વાળા સ્થાન અથવા તેની આજુબાજુમાં પણ મકાન ન બનાવવું જોઈએ. તેને વાસ્તુશાસ્ત્રમાં ઉચિત માનવામાં આવ્યું નથી કારણ કે, સીતાફળના વૃક્ષ પર હમેશા ઝેરીલા જીવજંતુ વાસ કરે છે.

* જે ભૂમિ પર તુલસીના છોડ લાગેલા હોય ત્યાં ભવન નિર્માણ કરવું ઉત્તમ છે. તુલસીનો છોડ પોતાની ચારે બાજું 50 મીટર સુધીનું વાતાવરણ શુદ્ધ રાખે છે કારણ કે, શાસ્ત્રોમાં આ છોડને ખુબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે.

* ઘર અને વૃક્ષ વચ્ચેનું અંતરે એવું હોવું જોઈએ જેથી બપોરે તેનો છાયડો ઘર પર ન પડે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
દક્ષિણમુખી દુકાન
પશ્વિમમુખી દુકાન
પૂર્વમુખી દુકાન
ઉત્તરમુખી દુકાન
દુકાન અને શોપિંગ કોમ્પલેક્સ-2
દુકાન અને શોપિંગ કોમ્પલેક્સ-1
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - ખોટા ક્રોધ તથા ચિડીયાપણું થાય. માનસિક વૈચારિક તણાવ રહે. સમજી વિચારીને સ્વભાવને વિપરીત કામ કરવા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
સૌથી સસ્તુ અલ્ટ્રા પોર્ટેબલ લેપટોપ
માઈક્રોસોફ્ટ કોર્પોરેશન અને એચસીએલ ઈંફોસિસ્ટમ્સે વિશ્વનું સૌથી સસ્તુ...
ટાટાને ખરાબ કાર બદલવાનો નિર્દેશ
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
સમીક્ષા - આ એક ચર્ચાનો મુદ્દો છે કે, પાગલ કોણ છે ? દુનિયામાં વસનારા સમજદાર લોકો કે પછી...
આગળ વાંચો|ઘણું બધુ...