|
| દક્ષિણમુખી દુકાન |
દક્ષિણમુખી દુકાન વૃષભ, મકર, કન્યા રાશિવાળાઓ માટે ઉત્તમ હોય છે. એ સામાન્ય ધારણા છે કે, દક્ષિણમુખી દુકાન ઠીક હોતી નથી પરંતુ દક્ષિણમુખી દુકાનોમાં વિશેષ આર્થિક સમ્પન્નતા જોવામાં આવી છે અને દુકાનનો સ્વામી સ્વયં પ્રયત્ન અને સંઘર્ષમાં લાભ અર્જનની સાથે નામ અને પ્રસિદ્ધિ અર્જિત કરે છે જેનો લાભ તેના પુત્રને મળે છે અને કેટલાક વર્ષો બાદ દુકાનની ઉન્નતિ અટકી જાય છે તથા સ્વામીના સ્વાસ્થ્ય-સબંધી અને પારિવારિક પરેશાની જોવામાં આવી છે.
વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ અનુસાર શોધન કાર્ય કરીને ઉપરોક્ત દોષોનું નિવારણ કરી શકાય છે
* દુકાનોના ફ્લોરિંગનો ઢોળાવ નૈઋત્ય કોણથી ઈશાન કોણ તરફ હોવો ઉત્તમ હોવો જોઈએ.
* તિજોરીને પશ્વિમ અને નૈઋત્ય વચ્ચે પૂર્વ તરફ મુખ કરીને રાખવી જોઈએ.
* વિક્રય કરતી વેળાએ વિક્રેતાનું મુખ પૂર્વ દિશાની તરફ હોવું જોઈએ. વિક્રયકર્તાને પશ્વિમ અથવા દક્ષિણમાંથી કઈ દિશા તરફ વેચાણ કરવું ઉતમ રહેશે એ વાતનું નિર્ધારણ દુકાનના સ્વામીના જન્મ-નક્ષત્ર, પત્રિકાનો મૂળ યોગ, દશાની સાથોસાથ વેચાણની વસ્તુઓ પર નિર્ભર કરે છે.
* દુકાનના સ્વામીએ પશ્વિમ અથવા નૈઋત્યના વચમાં પૂર્વ તરફ મુખ રાખીને બેસવું ઉત્તમ રહેશે. દુકાનના સ્વામીએ ઈશાન દિશા તરફ ન બેસવું જોઈએ.
* દુકાનના જો બે શટર છે- એક દક્ષિણ અને બીજા પૂર્વમાં, તો બન્ને શટર ખુલ્લા રાખવા જોઈએ.
* દુકાનના જો બે શટર છે- દક્ષિણ અને પશ્વિમમાં તો પશ્વિમનું શટર બંધ રાખવું જોઈએ.
* ભારે સામાન પશ્વિમ તરફ રાખવા જોઈએ તથા હળવો સામાન પૂર્વ અને ઉત્તર તરફ રાખવો જોઈએ. ઈશાન કોણમાં ભારે સામાન ન રાખવો જોઈએ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)... |
| |
|
|
|
|
|
|
|