યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ ગ્રહ-નક્ષત્ર વાસ્તુશાસ્ત્ર
ઉત્તરમુખી દુકાન
ઉત્તરમુખી દુકાન કર્ક, વૃશ્વિક અને મીન રાશિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉત્તર દિશાનો સ્વામી કુબેર છે એટલા માટે ઉત્તરમુખી દુકાનોમાં વિશેષ સંપન્નતા અને સમૃદ્ધિ જોવામાં આવી છે. કોઈ બજાર અથવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં વાયવ્ય કોણમાં બનેલી એવી દુકાનો, જેના ઉત્તર અને પશ્વિમમાં માર્ગ અથવા ખુલ્લી જગ્યા હોય, ક્રય-વિક્રય માટે ઉત્તમ રહે છે અને ગ્રાહકોને પ્રિય હોય છે.

ઉત્તરમુખી દુકાનોમાં નિમ્નલિખિત આંતરિક વ્યવસ્થા કરી શકાય છે.

દુકાન અને તળિયાનો ઢોળાવ ઈશાન દિશા તરફ હોવો ઉત્તમ છે.

તિજોરીને દક્ષિણ અને નૈઋત્યની વચ્ચે ઉત્તરમુખી રાખવી ઉત્તમ રહેશે તથા પશ્વિમ અને નૈઋત્ય વચ્ચે પૂર્વમુખી રાખવી ઉત્તમ રહેશે.

વેચાણ કરતી વેળાએ વિક્રેતાનું મુખ પૂર્વ અથવા ઉત્તર તરફ હોય અને ગ્રાહકના મુખ પશ્વિમ અથવા દક્ષિણની તરફ હોય.

દુકાનના સ્વામીને દક્ષિણ અને નૈઋત્ય વચ્ચે ઉત્તર તરફ મુખ રાખીને બેસવું જોઈએ અથવા પશ્વિમ અને નૈઋત્ય વચ્ચે પૂર્વ તરફ મુખ કરીને બેસવું જોઈએ.

દુકાનના જો બે શટર છે એક ઉત્તર અને બીજુ પશ્વિમમાં તો પશ્વિમના શટરને બંધ રાખવું જોઈએ.

જો દુકાનમાં પૂર્વ અને ઉત્તરમાં બે શટર છે તો બન્ને શટર ખુલ્લા રાખવા શ્રેષ્ઠ રહેશે. બન્નેમાંથી એક શટર બંધ કરવું જરૂરી હોય તો તેની નિર્ધારણ રાશિ અનુસાર કરી શકાય છે. કર્ક, વૃશ્ચિક, મીન રાશિ હોવા પર ઉત્તરનું શટર ખુલ્લુ રાખવું જોઈએ. મેષ, સિંહ, ધનુ રાશિ હોવા પર પૂર્વનું શટર ખુલ્લુ રાખવું જોઈએ.

દુકાનોમાં શોકેસ પશ્વિમ અને દક્ષિણમાં હોય. તિજોરીને નૈઋત્ય દિશાના ખુણામાં છોડીને રાખવી જોઈએ અને સ્વામીનું મુખ ઉત્તર તરફ અથવા પૂર્વ તરફ રાખવું જોઈએ.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
દુકાન અને શોપિંગ કોમ્પલેક્સ-2
દુકાન અને શોપિંગ કોમ્પલેક્સ-1
ઔદ્યોગિક એકમમાં વાસ્તુશાસ્ત્ર-2
ઔદ્યોગિક એકમમાં વાસ્તુશાસ્ત્ર- 1
ગેરેજ તથા પોર્ચ
ભોંયતળીયું
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
મારૂતિ શ્રીલંકામાં સૌથી વધુ લોકપ્રિય
દેશની સૌથી મોટી કાર નિર્માતા મારૂતિ સુજુકી ઇંડિયા પડોશી દેશ શ્રીલંકામાં...
ભેલે સરકારને 298 કરોડનો નફો કરી આપ્યો
કૃષિ નીતિ સુસંગત નથી : પવાર
મનોરંજન
નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)...
આગળ વાંચો|ઘણું બધુ...