યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ ગ્રહ-નક્ષત્ર વાસ્તુશાસ્ત્ર
દુકાન અને શોપિંગ કોમ્પલેક્સ-1
કોઈ પણ પ્રકારના ભવન-નિર્માણ માટે વાસ્તુશાસ્ત્રના નિયમ અને સિદ્ધાંત સામાન્યત: એક જેવા જ હોય છે. ભૂમિની પસંદગી, આકાર, દિશા, ઉતાર-ચડાવ, સામાન્યત: એક જેવા હોવા છતાં પણ ભવન-નિર્માણનું પ્રયોજન, ભવન-નિર્માણ કરનારા વ્યક્તિનો વર્ણ, જન્મ પત્રિકા વગેરે વાતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.

વ્યાવસાયિક ભવનો, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરેને વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર નિર્માણ કરવું થોડુ મુશ્કેલ હોય છે. છતાં પણ વાસ્તુશાસ્ત્રના નિયમોને અનુરૂપ કરવામાં આવી શકે છે. આ સર્વવિદિત છે કે, વ્યાવસાયિક ભવનના નિર્માણ કોઈ એક વ્યક્તિ-વિશેષ માટે ન હોયને સમૂહ માટે કરવામાં આવે છે તથા ભવનની દુકાનો, કાર્યાલયો વગેરેના સ્વામી અલગ-અલગ હોય છે છતાં પણ એક-બીજા સાથે જોડાયેલા હોય છે એવી સ્થિતિમાં ભવનનું નિયોજન અને નિર્માણનું કાર્ય સામુદાયિક સિદ્ધાંતોને આધાર પર કરવામાં આવી શકે છે અર્થાત એ સિદ્ધાંતોને અપનાવામાં અવે છે જે તમામ માટે તમામ પરિસ્થિતિઓમાં અનુકૂળ હોય.


દુકાનની પસંદગી

દુકાનની પસંદગી કરતી વખતે એ વિશેષ રૂપે ધ્યાનમાં રાખવું જરૂરી છે કે, દુકાનોનું મુખ પૂર્વ, પશ્વિમ, ઉત્તર અને દક્ષિણ દિશા તરફ હોય. કોઈ બજારમાં અથવા કોમ્પ્લેક્સમાં દુકાનનું મુખ ઉપદિશા-ઈશાન, અગ્નિ, વાયવ્યની તરફ હોય તો તેવી દુકાનની પસંદગી કરવી ન જોઈએ. ઉપ દિશાઓની તરફ મુખ ધરાવતી દુકાનોની પસંદગી કરતી વખતે અત્યાધિક સાવધાની રાખવી એટલા માટે જરૂરી છે કારણ કે, આવી દુકાનો કેટલાય વેપાર અને વ્યક્તિ વિશેષ માટે લાભદાયક હોય છે. ઉપદિશા ધરાવતી દુકાનોની આંતરિક વ્યવસ્થા મુખ્ય દિશાઓ પર આધારિત હોવી જોઈએ. જેવી કે, ઈશાન દિશામાં ભગવાન રાખ્યા હોય, અગ્નિ દિશામાં કટઆઉટ અને વીજળીના મીટર લગાવેલા હોય, દુકાનના સ્વામીને નૈઋત્યમાં બેસવું જોઈએ વગેરે.


દુકાનોનો આકાર

દુકાનોનું મુખ કોઈ પણ તરફ હોય તેનો આકાર વર્ગાકાર અથવા આયતાકાર 1:1 અથવા 2:1 અને આંતરિક કોણ 90 અંશ હોવો સૌથી ઉત્તમ રહે છે.

વ્યાવસાયિક ભવનો, દુકાનો આદિમાં વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતોનું પરિપાલન બે રીતે કરવામાં આવે છે. બાહ્ય અને આંતરિક.

વ્યાવસાયિક ભવન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરેના નિર્માણ સમયે નિમ્નલિખિત તથ્યોને ધ્યાનમાં રાખવા જોઈએ.

* પૂર્વ-ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફ વધારે ખુલ્લી જગ્યા છોડવી જોઈએ. પશ્વિમ, દક્ષિણ અને નૈઋત્ય દિશામાં ઓછી જગ્યા છોડવી જોઈએ.

* જ્યાં સુધી બને શકે વ્યાવસાયિક કોમ્પ્લેક્સમાં ભોયતળિયું બનાવવુ ન જોઈએ અને જરૂરી હોય તો પૂર્વ અથવા ઉત્તરમાં બનાવવું જોઈએ તથા તેનો ઉપયોગ પાર્કિંગમાં કરવામાં આવે તો ઠીક રહે છે.

* સીડી પશ્વિમ અથવા નૈઋત્ય દિશામાં ઉચિત હશે તથા પશ્વિમ અને દક્ષિણ દિશાની ઉંચાઈ ઉત્તર અને પૂર્વની અપેશા વધારે હોવી જોઈએ.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
ઔદ્યોગિક એકમમાં વાસ્તુશાસ્ત્ર-2
ઔદ્યોગિક એકમમાં વાસ્તુશાસ્ત્ર- 1
ગેરેજ તથા પોર્ચ
ભોંયતળીયું
સીડી
ભોજનકક્ષ
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - વિવાદીત સ્થિતિઓથી દૂર રહો. માર્ગદર્શન તથા સહયોગ મળે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ તથા આત્મવિશ્વાસ વધે. આર્થિક યોગ ઠીક રહે...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
ગોયલ જેટમાં 5 % ભાગીદારી વેચશે
જેટ એરવેજનાં પ્રવર્તક નરેશ ગોયલ કંપનીમાં પોતાની પાંચ ટકા ભાગીદારી...
મિત્તલ ભારત નહીં છોડે
ખનીજ તેલની કિંમતો રેકોર્ડ સ્તર પર
મનોરંજન
નવી ફિલ્મ - શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા...
આગળ વાંચો|ઘણું બધુ...