|
| ગેરેજ તથા પોર્ચ |
ગેરેજ તથા પોર્ચ(દ્રારમંડપ) ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવા જોઈએ. જો પશ્ચિમમાં હોય તો નૈઋત્ય ખુણામાં છોડી દેવું જોઈએ. દક્ષિણમાં રાખવું હોય તો ફક્ત અગ્નિ દિશામાં રાખવું જોઈએ.
પોર્ચની ઉંચાઈ મુખ્ય ભવનની અપેક્ષાએ લગભગ બે ફુટ ઓછી હોવી જોઈએ. પોર્ચમાં પૂર્વ કે ઉત્તર તરફ ઢોળાવ હોવો લાભદાયક છે.
પોર્ચમાં ઉભી રાખવામાં આવનારી ગાડીની દિશા દક્ષિણમાં ન હોવી જોઈએ. સંભવત: તેને ઉત્તર તરફનું મુખ કરીને રાખવી. પશ્ચિમ તરફ મુખ કરીને રાખવામાં આવેલી ગાડી ઓછા સમય સુધી પોર્ચમાં રહે છે અર્થાત પર્યટન વધે છે.
પાર્કિંગનું સ્થાન ઈશાન અને નૈઋત્ય ખુણો છોડી દઈને વાયવ્યમાં કરવું સર્વોત્તમ રહે છે, અગ્નિ દિશામાં પણ તે યોગ્ય નથી. નૈઋત્ય ખુણામાં ગાડી જલ્દીથી બહાર નીકળી શકતી નથી અને હંમેશા તેમાં નાની મોટી ખરાબી આવ્યાં કરે છે.
ઉત્તર કે પૂર્વ તરફ ઓછી ઉંચાઈના ભોંયતળીયાને લઈને પાર્કિંગ બનાવી શકાય છે. પાર્કિંગ માટે પૂર્વ કે વાયવ્ય તરફનો દરવાજો સર્વોત્તમ રહે છે. તેની ઉંચાઈ કમ્પાઉન્ડ વોલના મુખ્ય દ્વાર કરતા ઓછી હોવી જોઈએ.
પોર્ચ કે પાર્કિગ પિલર આર્ચ કે ત્રિકોણ તરફ ન હોવો જોઈએ. કંમ્પાઉંડની દીવાલનો આધાર લઈને અથવા એ દીવાલને વધારીને પોર્ચ કદી પણ ન બનાવવો જોઈએ. પોર્ચને સફેદ, પીળો કે કોઈ પણ હલ્કો રંગ કરી શકાય છે, કાળો કે ગ્રે રંગ ક્યારેય ન આપવો જોઈએ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદીત સ્થિતિઓથી દૂર રહો. માર્ગદર્શન તથા સહયોગ મળે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ તથા આત્મવિશ્વાસ વધે. આર્થિક યોગ ઠીક રહે... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા... |
| |
|
|
|
|
|
|
|