|
| બાથરૂમ |
| 3 માર્ચ 2008 ( 11:19 IST ) | |
બાથરૂમ પૂર્વ તરફ હોવું લાભપ્રદ છે. સ્નાન ઘર અને રસોઈ ઘર સાથે એક વોશીંગ રૂમ પણ બનાવી શકાય જે કપડા ધોવા અને વાસણ માંજવાના કામમાં આવી શકે.
સ્નાન ઘરમાં વોશબેસીન અને ફુવારો ઈશાન ભાગમાં રાખવા જોઈએ હીટર, સ્વિચ બોર્ડ અથવા વીજળી સંબંધી તમામ વસ્તુઓ આગ્નેય ખૂણામાં રાખવી જોઈએ. સ્નાન ઘર સાથે જોડાયેલો ચેંજિગ રૂમ બનાવવો હોય તો દક્ષિણ અથવા પશ્વિમ ભાગ બનાવી શકાય.
બાથટબ પૂર્વ-પશ્વિમ અથવા ઉત્તર દક્ષિણમાં બનાવાવું જોઈએ પરંતુ પગ દક્ષિણની તરફ ન આવે એ વાતની સાવધાની રાખવી જોઈએ.
સ્નાન ઘરમાં લગાડવામાં આવેલા અરીસા પૂર્વ અથવા ઉત્તરમાં હોવા જોઈએ, દક્ષિણ તરફ નહીં. સ્નાન પૂર્વ અથવા ઉત્તર તરફ કરવું જોઈએ. ધોવાના કપડા વાયવ્ય ભાગમાં રાખવા જોઈએ અને વેંટિલેટર્સ પૂર્વ અથવા ઉત્તર તરફ રાખવા જોઈએ.
સ્નાન ઘરમાં શૌચાલયનો સમાવેશ કરવો જોઈએ નહીં જો અનિવાર્ય હોય તો વાયવ્ય અથવા પશ્વિમ તરફ રાખવું જોઈએ. પૂર્વ, આગ્નેય, દક્ષિણ અથવા નેઋત્ય તરફ કદી પણ નહીં.
સ્નાન ઘરની ટાઈલ્સ અને દીવાલોનો રંગ સફેદ,હળવો આસમાની, લીલો અથવા કોઈ પણ આછો રંગ રાખવો જોઈએ પરંતુ લાલ અથવા કાળો રંગ ન રાખવો જોઈએ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કોઈની વાતથી બેચેની રહેશે. કામમાં મન નહીં લાગે. સમજણ-વિચાર, ધારણાની વિપરીત સ્થિતિ બનશે. આર્થિક જવાબદારી... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'... |
| |
|
|
|
|
|
|
|