યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ ગ્રહ-નક્ષત્ર વાસ્તુશાસ્ત્ર
મુંબઈ અશુભ અંકથી મુશ્કેલીમાં
Mumbai
AP
પહેલા બોમ્બેનાં નામથી પ્રખ્યાત માયાનગરી મુંબઈનું નામ જ્યારથી બદલવામાં આવ્યું ત્યારથી અશુભ જ અશુભ ઘટી રહ્યું છે. ક્યારેક બોમ્બ વિસ્ફોટોથી મુંબઈ હચમચી તો ક્યારેક અરાજકતામાંથી પસાર થઈ. અહીંયા કોઈને કોઈ ઘટનાઓ બનતી રહે છે. એક ફિલ્મનું ગીત યાદ આવે છે 'યે બોમ્બે શહર હાદસો કા શહર હૈ..., યહાં હોતા હૈ કોઈ ન કોઈ હાદસા.'

હકીકતમાં જોવામાં આવે તો હોલીવુડ બાદ બોલીવુડનાં નામથી અને ઉદ્યોગ નગરીનાં નામથી ઓળખવામાં આવતી આ માયાનગરી અશુભ અંકથી ગ્રસ્ત છે. મુંબઈએ વિકાસ નથી કર્યો તેવી વાત નથી અહીંયા મોટી મોટી ફિલ્મી હસ્તીઓ તથા ઉદ્યોગપતિ પણ રહે છે.

મુંબઈથી મોટા મોટા વ્યાપાર થાય છે તો જહાજોથી દેશ વિદેશમાં માલ પણ મોકલવામાં આવે છે. આયાત નિકાસનો સુગમ માર્ગ હોવાથી આ માયાનગરીનું સ્થાન મહત્વપૂર્ણ છે, પરંતુ આજે આ માયાનગરીમાં જાતિવાદનું તાંડવ ચાલી રહ્યું છે.

આમ તો નામ રાશિથી જોવામાં આવે તો પહેલા બોમ્બે વૃષભ રાશિમાં આવતું હતું. તે સમયે ફિલ્મોનો સારો તબક્કો ચાલતો હતો અને મોટી કાપડ મિલો હતી. જ્યારેથી સિંહ રાશિવાળું (મુંબઈ) નામ બન્યુ ત્યારથી ફિલ્મી ઉદ્યોગ તથા કપડા વ્યવસાય પાણીમાં બેસતો ગયો. બોમ્બે શુક્ર પ્રધાન રાશિ હતી તો મુંબઈ સૂર્ય પ્રધાન રાશિ છે.

અંક વિદ્યા અનુસાર જોવામાં આવે તો બોમ્બે BOMBAY હતું જે અંક પ્રમાણે યોગ્ય ન હતું. જો તે સમયે BOOMBAY હોત તો આજ સ્થિતિ કંઈક જુદી હોત. મુંબઈ નામ સિંહ રાશિ પરથી આવે છે તેથી તે પણ અંક વિદ્યા પ્રમાણે યોગ્ય નથી. MUMBAI મુંબઈ પણ અશુભ અંકોની શ્રેણીમાં આવે છે.

આજે આપણે જોઈ રહ્યાં છીએ કે મુંબઈ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. જો તેનો સ્પેલિંગ MOOMBAI લખવામાં આવે તો નિશ્ચિત રીતે અશુભતા ઓછી થશે. ઉદાહરણ સામે જ છે. કશ્મીર KASHMIR, જે નબળા સમયમાંથી પસાર થયું, પરંતુ જ્યારથી એક 'A' વધારી KAASHMIR કાશ્મીર નામ પાડ્યુ ત્યારથી આતંકવાદમાં ઘટાડો થયો અને પછી કાશ્મીર સારા સમયમાંથી પસાર થવા લાગ્યું. તે જ પ્રમાણે MOOMBAI કરી દેવામાં આવે તો અતિ શુભ ફળદાયી રહેશે.
(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
રસોડું
બેડરૂમ
બેઠક
વસ્તુઓમાં ફેરબદલ કરી વાસ્તુદોષ નિવારો
ગૃહ નિર્માણ વખતે ધ્યાનમાં રાખો...
પૂજા ઘર
ગ્રહ-નક્ષત્ર
સાપ્તાહિક રાશિફળ - લાભપ્રદ સ્થિતિઓ રહેશે. આપની વાત કામકાજની પ્રસન્નતા અનુભવ કરશો. આત્મવિશ્વાસ વધશે. નવા વિચાર-યોજનાઓ...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
રાજ્યના નાણામંત્રીઓ ચિદંબરમને મળ્યાં
આગામી કેન્દ્રિય બજેટ પૂર્વે રાજ્યોના નાણા મંત્રીઓએ આજે દીર્ઘકાલિક...
જેટ એરવેજ અને એર કેનેડા વચ્ચે સંધિ
ઈન્ફોસિસે ફિનાકલ 10 નું અનાવરણ કર્યું
મનોરંજન
નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'...
આગળ વાંચો|ઘણું બધુ...
Marketplace