|
| રસોડું | |
રસોઈ ઘર ભવનનાં અગ્નિ ખૂણામાં બનાવવું જોઈએ. રસોઈ ઘરનાં પૂર્વ અને અગ્નિ ખૂણામાં પ્લેટફોર્મ બનાવવું જોઈએ. પ્લેટફોર્મ દક્ષિણ તરફ અને દીવાલને લાગેલું હોવું જોઈએ. કુકિંગ ગેસનો ચૂલો, સ્ટવ કે સગડી અગ્નિ ખૂણામાં કેટલાંક ઈંચ જગ્યા છોડીને મૂકવા જોઈએ. દક્ષિણ તરફની દીવાલ પર મુખ્ય પ્લેટફોર્મ સાથે ' L' આકારનું પ્લેટફોર્મ મિક્સર, ગ્રાઈંડર વગેરે મૂકવા માટે બનાવવું જોઈએ.
વોશ બેસિન ઈશાન ખૂણા પર બનાવવું સર્વોત્તમ છે. આ દિશામાં પીવાનાં પાણીનાં વાસણ ભરીને રાખવા જોઈએ. રસોઈ ઘરનાં દક્ષિણ અને પશ્ચિમ ભાગમાં મસાલા, અનાજનાં ડબ્બા વગેરે રાખવા. રસોડાની પૂર્વ, ઉત્તર અને પશ્ચિમ દિશા તરફ દરવાજા લાભદાયક હોય છે, દક્ષિણ દિશા તરફ દરવાજા રાખવા ન જોઈએ. પશ્ચિમ દિશા તરફ બારીઓ તથા એગ્જોસ્ટ ફેન લગાડવા જોઈએ. રસોડામાં જ ડાઈનિંગ ટેબલની વ્યવસ્થા હોય તો પશ્ચિમ કે વાયવ્ય ભાગમાં રાખવું જોઈએ. ઓછા વજનની ચીજો પૂર્વ કે ઉત્તરમાં રાખવી જોઈએ.
જમવાનું બનાવનારનું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. રસોડાની દીવાલ અને ફર્શનો રંગ પીળો, નારંગી, ગુલાબી કે લાલ હોય તો સારૂ, પરંતુ સફેદ કે કાળો રંગ ન વાપરવો. ફ્રિજ અગ્નિ, દક્ષિણ, પશ્ચિમ કે ઉત્તર દિશામાં રાખવું જોઈએ.
રસોડું પશ્ચિમ દિશામાં પણ બનાવી શકાય પરંતુ ઈશાન કે નૈઋત્યમાં ન બનાવવું નહીં તો નુકશાન અને સઘર્ષમય જીવનનો સામનો કરવો પડશે. જો વાયવ્ય ખૂણામાં રસોડું બનાવવામાં આવે તો ખર્ચ વધે છે, અગ્નિ સંબંધી અકસ્માત થઈ શકે છે અને ઉત્તર દિશા તરફ રસોડું હોય તો નાણાનો વ્યય થાય છે. તેથી આ દિશાઓમાં રસોઈ ઘર બનાવવું ન જોઈએ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - લાભપ્રદ સ્થિતિઓ રહેશે. આપની વાત કામકાજની પ્રસન્નતા અનુભવ કરશો. આત્મવિશ્વાસ વધશે. નવા વિચાર-યોજનાઓ... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'... |
| |
|
|
|
|
|
|
|