|
| બ્રહ્મસ્થળનાં પ્રકાર | |
શ્રી સુધીર પિમ્પલે મહર્ષિ યોગી વૈદિક વિશ્વવિદ્યાલયનાં પ્રશિક્ષિત 'વાસ્તુ નિષ્ણાત' છે. તેમણે ભાવાતીત ધ્યાનની સાથે વેદ, જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, ફેંગશુઈ, ભવન નિયોજન અને નિર્માણ, ઈન્ટિરિયર ડિઝાઈનિંગનુ ગહન અધ્યયન કર્યું છે.
નિર્મિત ભવનનું બ્રહ્મસ્થળ ભવનનું નિયોજન એવી રીતે કરવું જોઈએ કે જમીન અને નિર્મિત ભવનનું બ્રહ્મસ્થળ એટલે કે મધ્યનો ભાગ ખુલ્લો હોવો જોઈએ. આ સર્વોત્તમ સ્થિતિ છે. તેને કોઈ દિવાલ, કોલમ, દરવાજાથી પીડિત કરવો ન જોઈએ. જો બંને બ્રહ્મસ્થળમાંથી કોઈપણ સ્થાન પીડિત હોય તો તે સ્થાન વિશેષ અનુસાર ફળ મળે છે.
બ્રહ્મસ્થળ કાઢવાની વિધિ (1) જેમ ઉપર જણાવવામાં આવ્યું છે કે આ સંપૂર્ણ ભૂખંડનાં નવ ઉભા અને નવ આડા એટલે કે 9X9+ 81 ભાગ કરવા જોઈએ. જેમાં મધ્યમાં એક ભાગ અને બહારનાં આઠ ભાગ બ્રહ્મદેવતાનાં છે.
(2) વાસ્તુ પર વિન્યાસ સિવાય દિશાઓનાં આધાર પર બ્રહ્મસ્થળ શોધવું હોય તો ભૂખંડનું મધ્ય બિંદુ સર્વપ્રથમ જાણવું જરૂરી છે. આ માટે ભૂખંડની ચારેય ઉપ દિશાઓમાં ઈશાનથી નૈઋત્ય દિશા તરફ આડી રેખા ખેચી જોઈએ અને વાયવ્ય થી અગ્નિ દિશા તરફ બીજી આડી રેખા ખેચવી જોઈએ. જે બિંદુ પર આ રેખાઓ છેદશે તે બ્રહ્મસ્થળ હશે અને કુલ ભૂખંડનાં ક્ષેત્રદળનો 1|3 ભાગ ખુલ્લો રહેવો જોઈએ.
આ જ વિધિને બીજી રીતે પણ સમજી શકાય છે. ભૂખંડની ચારેય ખૂણાને અ,બ,સ,દ નામ આપો. બ, અ થી સ સુધી એક આડી રેખા ખેચો અને બ થી સ સુધી બીજી આડી રેખા ખેચો. જે બિંદુ પર આ રેખાઓ એકબીજાને છેદે તે બ્રહ્મસ્થળ હશે.
મર્મભેદ મર્મનો અર્થ નાજુક થાય છે. ભેદનો અર્થ દબાવવું કે પીડિત કરવું તેવો થાય છે. જેવી રીતે મનુષ્ય શરીરમાં કેટલાક કોમળ અંગ હોય છે તેવી રીતે વાસ્તુપુરૂષનાં પણ કોમળ અંગ હોય છે. વાસ્તુપુરૂષનાં કોમળ અંગોવાળા સ્થાનોને કોલમ, દીવાલો. દરવાજા કે અન્ય કોઈપણ રીતે પીડિત કરવા અથવા દબાવવા ન જોઈએ. જો કોઈ ભવનમાં આ પીડિત થાય તો તેના બધા ગ્રથોમાં જુદાજુદા ઋણાત્કમ પરિણામ જણાવવામાં આવ્યા છે.
જુદીજુદી પરિયોજના માટે 81 પદ કે 100 પદ વાસ્તુ વિન્યાસ કરી દેવતાઓને વિરાજમાન કરી વાસ્તુપુરૂષનાં મર્મ અંગો વિશે નિર્ધારણ કરવું જોઈએ. હંમેશા સુવાનું સ્થાન નક્કી કરવા માટે દક્ષિણ અથવા પૂર્વ દિશા તરફ માથુ રાખવું યોગ્ય છે. ઉંઘવાનું સ્થાન વાસ્તુપુરૂષનાં મર્મ સ્થાનોથી પીડિત ન હોવું જોઈએ.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| વાસ્તુશાસ્ત્ર - દંત કથાઓમાં એ માન્યતા છે કે ચર વાસ્તુ દિવસમાં એક વાર તથાસ્તુ બોલે છે અને તે સમયે બોલવામાં આવેલી વાત સાચી હોય... |
| |
|
|
|
|
 | | AP |
| | | ચક દે ઇંડિયા | | છેલ્લા ઘણા વર્ષોથી રાષ્ટ્રીય રમત હૉકીમાં આપણા દેશની ટીમનું પ્રદર્શન અત્યંત... |
|
| |
|
|
|
|
|
| સમાચાર - કિડનીમાં પથરીથી પિડીત લોકોને સારવાર વધુ સસ્તી મળશે. હાલમાં જ અહીંના એક વ્યક્તિની કિડનીનું ઓપરેશન લેઝર ટેક્નોલોજી... |
| |
|
|
|
|
|
|
|