|
| દેવજ્ઞ પુરૂષ હતો રાવણ | |
દર વર્ષે દશેરાના દિવસે રાવણના પુતળાનું દહન કરવામાં આવે છે. રાવણને બુરાઈનું પ્રતીક માનીને બુરાઈનો અંત રાવણ દહન કરીને સમજવામાં આવે છે પરંતુ હાલ રાવણ આતંકવાદના રૂપમાં જીવિત છે. ચારે તરફની અરાજકતા જ તો રાવણોની પ્રવૃતિ છે. જ્યાં સુધી આ રાવણ નહીં મરે ત્યાં સુધી બુરાઈનો અંત નહીં આવે શકે, જ્યાં સુધી એ રાવણની વાત છે તો તે કોઈ અનીતિજ્ઞ ન હતો.
તે પરમ જ્ઞાની, પ્રકાંડ જ્યોતિષી, દેવજ્ઞ પુરૂષ હતો ત્યારે જ તો કુટુંબ સહિત પોતાની મૃત્યુનું કારણ રામને બનાવીને બધાને સ્વર્ગમાં લઈ ગયો. એટલા માટે જ તો તેણે માતા સીતાજીનું અપહરણ કર્યું હતું અને પોતાના જીવતા તેને ન લઈ જવા દીધા. આ જ તો મુક્તિનો માર્ગ હતો.
ચાલો રાવણની જન્મકુંડલી જોઈએ જેણે સંસારમાં એક અલગ જ સ્થાન બનાવ્યું. રાવણ પ્રકાંડ વિદ્વાન હોવાની સાથોસાથ ભવિષ્ય દૃષ્ટા પણ હતાં. રાવણનો જન્મ લગ્ન તુલા છે અને રાશિ પણ તુલા છે.
લગ્નેશમાં પંચમેશ અને દશમેશની યુતિ છે. જ્યાં પંચમેશ રાજયોગ બનાવામાં આવી રહ્યો છે જે પંચમહાપુરૂષ યોગમાંથી એક શશયોગ બનાવી રહ્યાં છે. દશમેશ ચંદ્રથી યુતિ હોવાથી લક્ષ્મીનારાયણ યોગ પણ બને છે. અત: રાવણનું સામ્રાજ્ય વિશાળ હતું.
કેટલાક લોકો રામ-રાવણની રાશિ એક માનીને ટીકા-ટિપ્પણી કરતા રહે છે. તેઓને એ વાતની માહિતી હોવી જોઈએ કે, રાવણની રાશિ તુલા, લગ્ન પણ તુલા અને રામની રાશિ કર્ક અને લગ્ન પણ કર્ક છે જે એક-બીજાથી ભિન્ન છે. ચતુર્થ ભાવ જો કે, જનતા, ભૂમિ અને માતા સાથે સંબંધ ધરાવે છે તેમાં સપ્તમેશ અને ધનેશ મંગળ ઉચ્ચ હોવાથી રાવણ અથાહ ભૂમિ અને સંપત્તિનો માલિક હતો.
ષષ્ઠ નાના-મામાના ભાવમાં શુક્ર અને બુધ છે જે લગ્નેશ, અષ્ટમેશ શુક્રનો કારક છે. ધર્મ-ભાગ્ય ભાવનો સ્વામી બુધ નીચનો હોવાથી સીતાજીનું હરણ કરીને કુટુંબીજનો, પુત્રો, સગા-સંબંધીઓ સહિત બધાનો રામ દ્રારા ઉદ્ધાર કરાવ્યો.
સપ્તમ ભાવમાં ઉચ્ચના સૂર્યએ મંદોદરીને દૃઢ બનાવી ત્યારે જ તો તે વારંવાર રાવણને સીતાજીને પરત મોકલવાની વાત કરતી રહેતી હતી. રાવણના લગ્નમાં ઉચ્ચના શનિએ વાત માનવા ન દીધી. દશમ ભાવમાં ઉચ્ચનો ગુરૂ હોવાથી રાવણ નીતિજ્ઞ, રાજનીતિમાં પ્રવીણ હતો ત્યારે જ તો ભગવાન શિવને પ્રસન્ન કરીને દસ માથાવાળો બન્યો અને દશાનનની વિશ્વ વિખ્યાત થયો. દશાનનનો અર્થ દશ મસ્તિકોનું જ્ઞાન મેળવવું.
ગુરુની ધન ભા પર મિત્ર દૃષ્ટિ, મહાધની અને ધણા બધા કુટુંબવાળો બન્યો ત્યાં ષષ્ઠ ભાવ પર સ્વદૃષ્ટિ પડવાથી પોતાના કુળનો પ્રધાન પણ બન્યો. પંચમ ભાવ પર શત્રુ દૃષ્ટિએ તેમના પુત્રોને બળશાળી બનાવ્યાં.
પરાક્રમેશ ભાવનો સ્વામી ઉચ્ચ હોવાથી ધાર્મિક, રામભક્ત વિભીષ્ગણ અને કુભકર્ણ જેવો ભાઈ મળ્યો. કુંભકર્ણ ભાઈ ભક્ત હતો તેણે પણ રાવણને સમજાવ્યું હતું કે, રાવણ સાથે વેર ન લો, સીતાજીને પરત મોકલી દો પરંતુ રાવણને પોતાનો કુળનો ઉદ્ધાર કરવો હતો આ કારણે સીતાજીને પરત ન મોકલ્યાં અને યુદ્ધમાં તમામ કુટુંબનો રામના હાથે ઉદ્ધાર કરાવીને સ્વયં પણ સ્વર્ગમાં ગયો.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - કાર્યકુશળતા વધારવી પડે. પરિશ્રમની સાર્થકતા રહે. સમજ, વિચાર તથા ધારણાથી વિપરીત.... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમીક્ષા - શ્યામ બેનેગલ માટે ફિલ્મનો અર્થ મનોરંજન ઉપરાંત ઘણો બધો છે. તેમણે પોતાની ફિલ્મો... |
| |
|
|
|
|
|
|
|