યાહૂ! | મારું યાહૂ! | મેલ
શોધ
 
   મુખ પૃષ્ઠ ગ્રહ-નક્ષત્ર તારલાઓનું ભવિષ્ય
ગુરુ ત્રણ વર્ષ સુધી જયસુર્યા સાથે...
Sanath-Jayasuriya
AP
શ્રીલંકાના વિસ્ફોટક બેટ્સમેન સનથ જયસૂર્યાનો જન્મ 30 જૂન 1969ના રોજ સિંહ રાશીમાં થયો હતો. તેમની જન્મ રાશી ધનુ છે. જે ગુરુ પ્રધાન છે. જન્મતારીખ અનુંસાર 30 નો અંક પણ ગુરુ પ્રધાન છે. આપનો જન્મ લગ્નમાં ગૂરૂ પંચમેશ તથા અષ્ઠમેશ થઈને દ્વિતીય ધન, વાણી ભાવમાં બિરાજમાન છે.

તમારી પત્રિકામાં પ્રતિષ્ઠાના અનેક યોગ છે, જેમાં પૂર્ણિમા યોગ સૂર્ય ચંદ્રમાં તમારી સામે બની રહ્યો છે. તમારી પત્રિકામાં ચંદ્ર લગ્નથી ગુરુના કેંદ્રમાં હોવાથી ગજકેસરી યોગ બને છે. જો આટલા યોગ છે તો જાતક ધનવાન, કીર્તિમાન, યશસ્વી હોય છે. રમત જગતનો કારક મંગળ તમારી પત્રિકામાં ભાગ્યેશ થઈને ચતુર્થ જનતા ભૂમિ ભવન ભાવમાં સ્વરાશિસ્થ થઈને બેઠો છે.

મંગળ રૂચક યોગ બનાવી રહ્યો છે. આવા જાતક સાહસી અને પરાક્રમી હોય છે. ક્રિકેટ જમીન સાથે જોડાયેલી રમત છે. મંગળ રમતનો જ કારક છે, જે જમીન ભાવમાં બિરાજમાન છે તથા જનતા ભાવમાં હોવાથી તમારી ખ્યાતિ ક્રિકેટ જગતમાં પ્રચલીત થઈ છે. લગ્નેશ એકાદશ ભાવમાં થઈને બુધની મિથુન રાશિ, મિત્ર રાશિમાં છે જે પૂર્ણિમા યોગ બનાવી રહ્યો છે. રાશી સ્વામી પંચમેશ દ્રીતિય ધન વાણી ભાવમાં થઈને ગુરુની રાશીમાં મીનને અષ્ટમેશ પર સપ્તમ દ્બષ્ટિ સ્વદ્રષ્ટિ પડવાથી રમત જગતમાં ટોચના સ્થાને ન હોય પણ એક સારા ખેલાડીના રૂપમાં છે. આવા જાતક સ્વપ્રયત્નોથી યશસ્વી બને છે.

શુક્ર દશમેશ તથા તૃતીયેશ થઈને ભાગ્યમાં નીચના શનિની સાથે છે. તેની સ્વદ્રષ્ટિ તથા ઉચ્ચ શુક્રદ્રષ્ટિ શુક્ર તથા શનિની પડવાથી પરાક્રમી રહે છે. શનિની ષષ્ઠ ભાવ પર સ્વદ્રષ્ટિ તથા ગુરુની નીચ પંચમ દ્રષ્ટિ ભળેલા પરિણામના સૂચક છે. ક્યારેક સફળતા મળે તો ક્યારેક નિષ્ફળતા.

સનથ જયસૂર્યાએ શ્રીલંકા બી ટીમમાંથી ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. 1990માં પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા પણ તે સમયે તેમણે દ્વિતીયેશ તથા એકાદશેશ બુધના અંતર ચાલી રહ્યા હતા, જે ભાગ્યવર્ધક ન કહી શકાય. તેમને 95થી મંગળની મહાદશા રહે જે ભાગ્યવર્ધક રહે. આ દિશામાં જ તમે ઘણા કિર્તિમાન સ્થાપિત કર્યા છે અને ખ્યાતિ મેળવી. 97 સુધી 131 વન ડે મેચોમાં 3000 રન બનાવ્યા તથા 100 વિકેટ પોતાના નામે કરી. 151 વ્યક્તિગત સ્કોર રહ્યો અને ઘણી ઝડપી સદીઓ બનાવી. 1997માં 1000 રન તથા ભારત વિરુદ્ધ 340 રન બનાવ્યા અને બીજી વિકેટ માટે 576 રનની ભાગીદારી સ્થાપિત કરી. આ બધી મંગળની મહાદશામાં તમે બતાવી દીધું છે. હજી વર્તમાનમાં ગુરુનું ગોચરી ભ્રમણ ધનુથી ચાલી રહ્યું છે. જે પંચમમાંથી છે. રમત જગતમાં તમારા માટે આગામી ત્રણ વર્ષ મહત્વપુર્ણ હોય કેટલાક કિર્તિમાન પણ બનાવી શકો છો.


(સ્ત્રોત - વેબદુનિયા)
 
ઘણું બધુ...
હરભજનની સફળતાનું રહસ્ય
વૃષભ રાશિ, ઉચ્ચ શુક્રએ અન્નૂ કપૂરને સફળતા અપાવી
નીલ નીતિન માટે શનિ-મંગળ બાધક
પોપ ગાયિકા નોરા જોન્સ
ગ્રહોએ અપાવ્યો નીરજને રાજયોગ
પ્રભુ ઈસુ મસીહા
ગ્રહ-નક્ષત્ર
આજનું ભવિષ્ય - ખોટા ક્રોધ તથા ચિડીયાપણું થાય. માનસિક વૈચારિક તણાવ રહે. સમજી વિચારીને સ્વભાવને વિપરીત કામ કરવા...
આગળ વાંચો|ઘણું બધુ...
સમાચાર
AP
 
સૌથી સસ્તુ અલ્ટ્રા પોર્ટેબલ લેપટોપ
માઈક્રોસોફ્ટ કોર્પોરેશન અને એચસીએલ ઈંફોસિસ્ટમ્સે વિશ્વનું સૌથી સસ્તુ...
ટાટાને ખરાબ કાર બદલવાનો નિર્દેશ
સાઈકલ થઈ શકે છે મોંઘી
મનોરંજન
સમીક્ષા - આ એક ચર્ચાનો મુદ્દો છે કે, પાગલ કોણ છે ? દુનિયામાં વસનારા સમજદાર લોકો કે પછી...
આગળ વાંચો|ઘણું બધુ...