|
| હરભજનની સફળતાનું રહસ્ય |
દેશના સર્વશ્રેષ્ઠ જમણા હાથના ઑફ બ્રેક સ્પિનર અને ભારતીય ક્રિકેટ ટીમના ઉભરતા અને વિવાદોથી તાજેતરમાં જ મુશ્ક્લીથી બહાર આવેલા હરભજનસિંહનો જન્મ 3 જુલાઈ 1980 ના રોજ પંજાબના જાલંધર શહેરમાં વૃશ્ચિક લગ્ન મીન નવાંશ અને કુંભ રાશિમાં થયો.
તેમનો જન્મ પૂર્વા ભાદ્રપદના દ્રિતીય ચરણમાં થયો, જે ગુરૂનો નક્ષત્ર છે. તમે વૃશ્ચિક લગ્ન વાળા હોવાથી સ્પષ્ટ વક્તા છો. આ વર્ષે આપના પર રમવા માટે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો પરંતુ વિરોધ ઘણો હોવાથી તપાસમાં આપ નિર્દોષ જાહેર થયાં અને રમવા પર લાગેલો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો.
આપની કુંડળીમાં મંગળ લગ્નથી એકાદશ ભાવમાં કન્યા રાશિનો છે. પંચમ ભાવ મનોરંજનનો અને દ્વિતીય ભાવ વાણીનો છે. આ કારણ છે કે, તમે રમતી વેળાએ બોલવાના કારણે વિવાદોમાં રહ્યાં.
લગ્નેશ મંગળ નવાંશમાં ઉચ્ચ છે. અત: તમે સૌથી ઓછી ઉમરના ખેલાડીઓમાંથી છો જે માત્ર 18 વર્ષની ઉમરમાં જ ક્રિકેટ જગતમાં પદાર્પણ કર્યુ જ્યાં લગ્ન સ્થિર છે ત્યાં મંગળ દ્રિસ્વભાવ રાશિ કન્યામાં છે.
તમારામાં ઉત્સાહ અને સાહસની કોઈ કમી નથી. ચતુર્થ ભાવ જનતાનો છે. ક્રિકેટપ્રેમીઓ વચ્ચે લોકપ્રિય હોવાના કારણે શનિની સપ્તમ દૃષ્ટિ સ્વદૃષ્ટિ પડવાથી છે ત્યાં આપની રાશી પણ કુંભ છે. તમે 18 વર્ષની ઉમરમાં ટેસ્ટ મેચોમાં શનિની મહાદશામાં શુક્રના અંતરમાં આવ્યા જે શુક્ર સ્વરાશિ વૃષભનો થઈને સપ્તમમાં પંચ મહાપુરુષ યોગમાંથી એક માલવ્ય બનાવી રહ્યો છે. શનિએ કેટલીયે વખત આપને વિરોધનો સામનો કરાવ્યો. દશમ સ્થાન રાજ્ય, વ્યાપાર, નોકરીનું હોય છે.
તમારો રોજગાર રમત છે. મન્ત્રેશ્વર મહારાજ અનુસાર ચંદ્ર લગ્નથી શુક્ર જો કેન્દ્રમાં હોય તો સામ્રાજ્યના સમાન સુખ અને સમૃદ્ધિ આપનારું હોય છે.
જે આ કુંડલીમાં જોઈ શકાય છે.. અહી પર બીજો રાજ યોગ ચંદ્રથી ગુરુમાં હોય તો ગજકેસરી યોગ બની રહ્યો છે. ગજકેસરી યોગવાળો જાતક યશસ્વી, તેજસ્વી, તીવ્ર બુદ્ધિવાળો સુવક્તા હોય છે. ગુરુ દશમમાં સિંહ રાશિનો છે જે અમલા યોગ પણ બનાવી રહ્યો છે. ગુરુ ષષ્ઠ ભાવનો નવમ દૃષ્ટિથી જોવાના કારણે કુલદીપક યોગ પણ બને છે. સૂર્ય દશમેશ થઈને અષ્ટમમાં હોવાથી અનિષ્ટ સ્થાનમાં હોવાથી પિતા સુખથી વંચિત કરી દેવામાં આવ્યો તથા આપને ઈંડિયન એર લાઈન્સની નોકરી ગુમાવવી પડી.
આપકી પત્રિકામાં સૂર્યથી દ્રિતીય સ્થાનમાં બુધ હોય તો શુભવેતિ યોગ બને છે. આ યોગમાં જન્મેલો જાતક સુંદર, સુખી, ગુણનિધિ, ધીર, ધાર્મિક અને અધિકારયુક્ત હોય છે.
નવાંશ કુંડલીમાં ગુરુ મંગળ ઉચ્ચ છે તો બુધ વર્ગોત્મ છે. મંગળ, બુધ, ગુરુ અને શુક્રનું બલી હોવું એટલું જરૂરી છે જેટલું કે, લગ્નેશ તૃતીયેશ (પરાક્રમ) પંચમ, દશમ અને આવક ભાવ એકાદશ ભાવનો પણ બળવાન હોવો જરૂરી છે. રમત જગતમાં શ્રેષ્ઠતા, વિજય પ્રસિદ્ધિ મેળવવા માટે તૃતીય ભાવ પંચમ મનોરંજન અને દશમ વ્યવસાયનો સંબંધ બનવું પણ આવશ્યક હોય છે જે આ કુંડલીમાં દશમ ભાવમાં પંચમેશ દશમમાં અને તૃતિયેશ પણ સાથે છે.
હરભજન સિંહ 18 વર્ષની ઉમરમાં ટેસ્ટ મેચ રમનારા ત્રીજા ઓછી ઉમરના ખેલાડી છે. શનિની મહાદશામાં ગુરુના વર્તમાનમાં અંતર ચાલી રહ્યું છે. અત: આપની વાણી પર નિયંત્રણ રાખવું પડશે. પુખરાજ અને મૂગ આપની સફળતામાં મદદગાર થશે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| આજનું ભવિષ્ય - આર્થિક યોગ ખર્ચદાયક બને. અચાનક ખોટા ખર્ચમાં વધારો થાય. કામકાજમાં સાવધાની રાખો. પારિવારીક દ્રષ્ટીએ સ્થિતિ ઠીક... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - આ ફિલ્મની કથામાં ત્રણ લક્ષ્મીનારાયણ નામના પાત્રો છે. લક્ષ્મીનારાયણ એક (તુષાર કપૂર)... |
| |
|
|
|
|
|
|
|