|
| વૃષભ રાશિ, ઉચ્ચ શુક્રએ અન્નૂ કપૂરને સફળતા અપાવી |
પ્રસિદ્ધ ફિલ્મી અંતાક્ષરી, સ્માર્ટ શ્રીમતિ અને ઘણા કાર્યક્રમો માટે એંકરીંગ કરનારા એક કડક અવાજ ધરાવતા અન્નૂ કપૂરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત મિલેનિયમ સ્ટાર તથા શોટગન અમિતાભ બચ્ચન અને શત્રુધ્ન સિંન્હા સાથે કરી હતી.
અન્નૂ કપૂરનો જન્મ 20 ફેબ્રુઆરી 1945 ના રોજ વૃષભ ચંદ્ર રાશીમાં થયો. પોતાના અવાજ તથા પ્રસ્તુતિકરણના જોરે રાષ્ટ્રીય સ્તર ઓળખ સ્થાપી. તેમના કાર્યક્રમથી ગાયનના ક્ષેત્ર માટે સુનીધિ ચૌહાણ તથા વિનોદ રાઠોડને એક નવી ઓળખ મળી. તેમના એંકરીંગનો કમાલ બધા જ જુએ છે. આખરે એવા તે કયા ગ્રહ છે જેના દ્બારા અન્નૂ કપૂરે સફળતા મેળવી. કદાચ ગાયકીમાં આવી કોઈ બાબત જેને અન્નુ કપૂરે નથી પકડી. તેમને ગાયનના ક્ષેત્રમાં સારી પકડ સાથે જ સુર તથા તાલની પણ સારી સમજણ છે.
અન્નૂ કપૂરનો જન્મ વૃષભ રાશીમાં થયો છે એટલે કે તેમનો કારક ચંદ્રમા હોવાથી તે લલિત કલાઓમાં પારંગત છે. અન્નૂ કપૂરે ફિલ્મોમાં નાના મોટા રોલ કર્યા છે અને ગાયનના ક્ષેત્રમાં પણ ઉતર્યા પણ તેમને સફળતા મળી શકી નથી. જ્યાં ચંદ્રમાં ઉચ્ચનો છે તો રાશી સ્વામી શુક્ર પણ ઉચ્ચ છે. અન્નૂ કપૂરમાં કલાના તમામ ગુણ છે પણ તેમને એંકરના રૂપમાં સફળ થવાનું હતું, જેટલી ઓળખ તેમને ફિલ્મો તથા ગાયનમાંથી નહોતી મળી તેટલી ઓળખ અંતાક્ષરી અને સ્માર્ટ શ્રીમતિ કાર્યક્રમમાંથી મળી. તેનું કારણ ચંદ્રંમા સાથે શુક્રનો ઉચ્ચ યોગ હોવાનું છે.
અન્નૂ કપૂરની પત્રિકામાં મંગળ સાહસ અને પરાક્રમને પ્રોત્સાહન અપનારો હોય છે, અર્થાત તે ઉચ્ચ છે. રાશી લગ્નથી જોવામાં આવે તો જ્યાં ભાગ્યેશ, કર્મેશ, શનિ મિત્ર રાશિનો હોઈને દ્વિતિય ધન કુટુંબી વાણી ભાવમાં ઉચ્ચના રાહુ સાથે છે, તેનું કારણ છે કે, અન્નૂ કપૂરનો અવાજ અને પ્રસ્તુતિકરણનો અંદાજ છે.
અન્નૂ કપૂરની પત્રિકામાં બુધ શનિમાં શનિ પરિવર્તન રાજયોગ પણ બને છે, જે તેમની સફળતામાં સહાયક હોય છે. પત્રિકામાં શુક્રની ચંદ્ર લગ્નથી પંચમ ભાવ પર નીચ દ્રષ્ટી પડી રહી છે, ત્યાં ગુરુ પંચમેશમાં થઈને સપ્તમ દૃષ્ટિથી મીન રાશી તથા ઉચ્ચના શુક્રને જોવાથી ફિલ્મમાં તો નહીં પણ એંકરીંગના રૂપમાં સારી સફળતા અપાવી. તમારી સ્પષ્ટવાદિતા ક્યાંક ક્યાંક ભારે પડી શકે છે, પણ પાંચ ગ્રહોની ઉચ્ચતા તમને કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડે, પણ તમારી સફળતામાં વધારે નિખાર લાવે છે. ગુરુના કારણે પૃથક્કરણ અને સમજ વિચારની શક્તિ સાથે ઈમાનદારી છે. હવે પાછું વળીને જોવાનો સમય નથી.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - વિવાદીત સ્થિતિઓથી દૂર રહો. માર્ગદર્શન તથા સહયોગ મળે. વ્યાપાર વ્યવસાયમાં પ્રગતિ તથા આત્મવિશ્વાસ વધે. આર્થિક યોગ ઠીક રહે... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - શહેરના સૌથી મોટા ડોન શ્યામરાવ સાવંતથી બધા ડરે છે. તે પોતાના બીમાર પિતાને મળવા... |
| |
|
|
|
|
|
|
|