|
| નીલ નીતિન માટે શનિ-મંગળ બાધક |
પ્રસિદ્ધ ગાયક મુકેશની અવાજમાં એક કશિશ હતી. રાજ કપૂર પર રજુ કરવામાં આવેલા મોટાભાગનાં ગીતો મુકેશે જ ગાયા હતાં. ત્યાં સુધી કે મુકેશનાં નિધન પર રાજ સાહેબે કહ્યું હતું કે મારો અવાજ ચાલ્યો ગયો. તેમનાં પુત્ર નિતિન મુકેશે પણ સંગીતનું ક્ષેત્ર પસંગ કર્યું પણ તે વધું સમય સુધી ચાલી ન શક્યા. આંગળીનાં વેઢે ગણી શકાય તેટલી ફિલ્મોમાં અવાજ આપીને આજે તેઓ ગુમનામીનાં તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે.
નિતિન મુકેશનાં પુત્ર નીલ નિતિન મુકેશે ગીત ગાવાનું ક્ષેત્ર પસંદ ન કરતાં અભિનય ક્ષેત્રમાં ભાગ્ય અજમાવ્યું. તેમણે 'જોની ગદ્દાર' નામની ફિલ્મથી અભિનય ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. જો કે આ પેહલા તેઓ એક બાળ ફિલ્મમાં કામ કરી ચૂક્યા છે.
આવો જોઈએ નીલ નિતિન મુકેશનાં ગ્રહો શું કહે છે
નીલનો જન્મ 15 જાન્યુઆરી 1982 નાં દિવસે કન્યા રાશિમાં થયો છે. જન્મ નક્ષત્ર ઉત્તરા ફાલ્ગુની છે જે સૂર્યનું નક્ષત્ર છે. બુધ રાશિ સ્વામી હોવાથી શનિની મિત્ર રાશિ મકરમાં છે, તો નક્ષત્ર સ્વામી સૂર્ય મકરમાં છે જે શનિનો શત્રુ છે.
ચન્દ્ર લગ્નથી જોવામાં આવે તો શનિ-મંગળ-ચન્દ્રની યુતિ થઈ રહી છે. તો ગુરૂ શત્રુ રાશિ તુલામાં છે. કલાનો કારક રાશિ નક્ષત્ર સૂર્ય સાથે શુક્ર છે. આ જ કારણ છે કે તેમણે પ્રથમ ફિલ્મ મકર રાશિ (જોની ગદ્દાર) નાં નામથી હીરોનાં રૂપમાં પદાર્પણ કર્યું. તેમની કુંડળીમાં રાહુ અને કેતુ ઉચ્ચનો છે.
કલા જગતમાં પ્રસિદ્ધ થવા માટે લગ્નેશ રાશિની સાથે અશુદ્ધ ગ્રહો ન હોવા, તો શુક્રનું શુભ ન હોવું ઘણું મહત્વ ધરાવે છે. ચન્દ્ર લગ્નથી જોવામાં આવે તો બુધ પરાક્રમ, વ્યાપાર, સર્વિસ, પિતાનો ભાવ છે. તેનો તથા લગ્ન સ્વયંનો સ્વામી પાંચમાં મનોરંજનનાં ભાવમાં ભાગ્યેશ શુક્ર અને બારમે સ્થાને સૂર્ય સાથે છે. આ કારણે તેમને દાદા સ્વર્ગીય મુકેશ અને પિતા નીતિન મુકેશનો લાભ મળ્યો.
પરંતુ જ્યાં સુધી ઉચ્ચ સફળતાનું કારણ જોવામાં આવે તો તેનાં માટે રાશિ સ્વામી સાથે રાશિમાં અશુભ ગ્રહો ન હોવા તથા દ્રષ્ટી સંબંઘ પણ હોવાથી જ સફળતા મળે છે. જે પત્રિકામાં શનિ-મંગળનો વિસ્ફોટક યોગ થયો અને તેનો સંબંધ બન્યો તે ભાવથી સંબંધિત કારકને નુકશાન પહોંચાડે છે.
તેમની રાશિ કુંડળી, જેને ચન્દ્ર લગ્ન કહે છે તેમાં ઉક્ત વિસ્ફોટક યોગ બની રહ્યો છે. ફિલ્મોમાં જ્યાં સુધી ઉચ્ચ સફળતાનો પ્રશ્ન છે તો ત્યાં સુધી પહોંવું મુશ્કેલ છે. પરંતુ આ યોગ સાઘારણ સફળતામાં પણ બાધક બને છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| સાપ્તાહિક રાશિફળ - લાભપ્રદ સ્થિતિઓ રહેશે. આપની વાત કામકાજની પ્રસન્નતા અનુભવ કરશો. આત્મવિશ્વાસ વધશે. નવા વિચાર-યોજનાઓ... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| નવી ફિલ્મ - 'ઓમ શાંતિ ઓમ','ખોયા ખોયા ચાંદ', 'શોબિજ', 'હલ્લા બોલ', જેવી ફિલ્મો બાદ 'સુપરસ્ટાર'... |
| |
|
|
|
|
|
|
|