|
| આમિર ખાન | |
અશોક પંવાર 'મયંક' જ્યોતિષ, કુંડળી વિશ્ર્લેષણ અને રત્ન વિજ્ઞા નિષ્ણાત છે. પ્રખ્યાત હસ્તિઓનાં ભવિષ્ય કથન અને જ્યોતિષ સંબંધી તેમના આલેખ જુદાજુદા પત્ર-પત્રિકાઓમાં પ્રકાશિત થતા રહે છે.
ફિલ્મી માહોલમાં જન્મેલા અને ઉછેર પામેલા આમિર ખાને ફિલ્મ 'કયામત સે કયામત તક' થી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો. પોતાનાં સમયમાં સુપર હિટ રહેલી આ ફિલ્મે મારધાડથી ભરેલી ફિલ્મોનાં ચલણને બદલી નાખ્યું અને એક વાર પુનઃ રોમેન્ટિક ફિલ્મોનો દોરને શરૂ કર્યો. દેવાનંદ અને ઋષિ કપૂર બાદ આમિર ખાન પણ ચોકલેટી હિરોની શ્રેણીમાં આવી ગયા. પોતાની ફિલ્મી કારકિર્દીમાં પંસદગીની ફિલ્મો કરનારા આમીરે ઘણી સફળ ફિલ્મો આપીને પોતાની અભિનય પ્રતિભાને ઉજાગર કરી.
આમિર ખાનનો જન્મ 14 માર્ચ 1967નાં દિવસે મુંબઈમાં કર્ક લગ્નમાં થયો હતો. લગ્નમાં ઉચ્ચ રાશિનો ગુરૂ પંચ મહારૂષ યોગોમાંથી એક 'હંસ યોગ' બનાવી રહ્યોં છે. ગુરૂ કુંડળીમાં ભાગ્યેશ હોવાથી ઉચ્ચનો છે તથા આ ભાવમાં તેની પૂર્ણ દ્રષ્ટી છે. કુંડળીમાં ચોથા તથા દસમા સ્થાને રાશિ પરિવર્તનનો યોગ બની રહ્યોં છે. આ યોગ તેમને જનતામાં લોકપ્રિયતા તથા પોતાનાં કાર્યક્ષેત્રમાં સફળ બનાવે છે.
ચોથા સ્થાને શુક્રની રાશિમાં પાંચમા મંગળની દશમા સ્થાન પર દ્રષ્ટી તથા શુક્રની દસમા સ્થાનમાં સ્થિતિ કલાનાં ક્ષેત્રમાં હોવાનું દર્શાવે છે. લાભનાં ભાવમાં વૃષભ રાશિ પણ આ ક્ષેત્રથી ધન લાભને દર્શાવી રહી છે. આમિર ખાને જ્યારે ફિલ્મોમાં પદાર્પણ કર્યું તે સમયે શુક્રની મહાદશામાં ગુરૂની અંતરદશામાં તેમની ફિલ્મ 'કયામત સે કયામત તક' રજુ થઈ તથા હિટ પણ રહી. શુક્રની મહાદશાને કારણે પ્રદર્શિત થયેલી 'રાજા હિન્દુસ્તાની'એ બધા રેકોર્ડ તોડી નાખ્યાં તથા આ ફિલ્મે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર અપાવ્યો.
કર્ક લગ્નમાં જન્મેલા વ્યક્તિ થોડા ભાવુક પ્રકૃતિનાં હોય છે તથા આ લાકો થોડા વિશેષ તથા અનુપમ કાર્ય કરનારા હોય છે. આમીરની કુંડળીમાં પણ કર્ક લગ્ન હોવાથી તે પણ અન્ય કલાકારોની જેમ ભાવુક છે. સૂર્યની મહાદશાનાં કારણે રિલીજ થયેલી ફિલ્મ ગુલામ, દિલ ચાહતા હૈ તથા લગાન લોકપ્રિય બની છે. ચન્દ્રમા કુંડળીમાં લગ્નેશ હોવાથી ભાગ્ય ભાવમાં સ્થિત છે તેથી પોતાનું શુભ ફળ દેખાડી રહ્યોં છે. ભાગ્યેશ તથા લગ્નેશનો રાશિ પરિવર્તન યોગ પણ આ અવધિમાં શ્રેષ્ઠ ફળ પ્રદાન કરે છે. આમીરની કુંડળીમાં મંગળ ગ્રહ યોગકારી છે. આ ગ્રહની મહાદશા અત્યારે જાતકે ભોગવવાની છે તેથી એ માની શકાય કે આમીરને હજું વધું સફળતા પ્રાપ્ત થવાની છે તથા નિર્દેશનનાં ક્ષેત્રમાં આમિર પોતાનું નામ કાઢશે.
કુંડળીની વિશેષતાઓ.... આમીરની કુંડળીનાં પ્રથમ ભાવમાં કર્ક લગ્નમાં ગુરૂનું હોવું તેમની લોકપ્રિયતાને દર્શાવે છે.
| | (સ્ત્રોત - વેબદુનિયા) |
| |
| | | |
|
|
|
|
|
| વાસ્તુશાસ્ત્ર - પ્લોટની બહાર નૈઋત્ય દિશામાં પાણી રાખવું અશુભ હોય છે. મુખ્ય ભવનથી પશ્ચિમ દિશામાં ઓવર હેડ ટાંકી રાખી શકાય... |
| |
|
|
|
|
 | | AP |
| | |
| |
|
|
|
|
|
| સમાચાર - જો મહિલાઓ ગર્ભસ્થ બાળકના સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પાડવા માંગતી હોય તો તેને ખાવા પીવામાં માછલી અને સફરજનનોં ઉપયોગ... |
| |
|
|
|
|
|
|
|